ચહેરાને નિખારવા માટે ચંદનના પાવડરનો ઉપયોગ અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે, જે સ્કિન માટે ફાયદેમંદ છે.
ચંદનનો અનેક સ્કિન કેર પ્રોડક્ટ્સમાં ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી સ્કિન સબંધિત અનેક સમસ્યા દૂર થઈ શકે છે.
એવામાં આજે અમે તમને ચહેરા પર ચંદન લગાવવાના ફાયદા વિશે જણાવીશું. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ
ચંદનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જેના કારણે એક્ને નથી થતા. આ સાથે જ સોજા પણ ઓછા કરવામાં મદદ મળી શકે છે.
સનબર્નના કારણે સ્કિન લાલ પડવા લાગે છે, જેના માટે ચંદન રામબાણ ઉપાય છે. ચંદનની તાસીર ઠંડી હોય છે, જે સ્કિનમાં બળતરા અને રેશેજને ઓછા કરવામાં મદદ કરે છે.
પ્રદૂષણ અને વયના કારણે થતાં એજીંગના લક્ષણોને ચંદન ઓછું કરવામાં મદદ કરી શકે છે. જે સ્કિનના ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે. જેનાથી કરચલીની સમસ્યા દૂર થવા લાગે છે.
ચંદનમાં એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે. જે સ્કિનની ડલનેસને ઓછી કરવામાં મદદ કરે છે. આ સાથે જ ચહેરા પરથી ડાઘા દૂર કરવામાં પણ મદદરૂપ થશે.
ચંદનના પાવડરના ઉપયોગથી તમારી સ્કિનનું એક્સ્ટ્રા ઑઈલ ઓછું થાય છે. જેના કારણે એક્ને ઓછા થાય છે. આ સાથે જ સ્કિન ડ્રાય પણ નથી થતી.