ડાયાબિટીક દર્દીઓને મોટાભાગે ખાવા-પીવા પર વધુ ધ્યાન આપવુ પડતુ હોય છે. તેમની માટે મીઠાઈ ખાવી પણ ઝેર સમાન છે. શરીરમાં શુગર લેવલને કંટ્રોલ કરવા માટે આપણે ઘણી વસ્તુઓથી દૂર રહીએ છીએ. આમાં ડાયાબિટીસમાં કેળું ખાવું કેટલું યોગ્ય છે, તે સવાલ આપણને મુંઝવતો હોય છે. તો ચાલો જાણીએ, પરિણીતા કૌર, સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડિસિન, આકાશ હેલ્થ કેર પાસેથી કે ડાયાબિટીસમાં કેળુ ખાવું કેટલું યોગ્ય છે?
કેળા એક પ્રકારનું મીઠું ફળ છે. તેમાં સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે, જે લોહીમાં સુગર લેવલને અસર કરી શકે છે.
કેળામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો જોવા મળે છે. જેથી ડાયાબિટીસમાં તેનું સેવન કરવું નુકસાનકારક નથી.
કેળામાં પોટેશિયમ, વિટામીન અને ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે. માટે કેળા ખાંડની સરખામણીમાં ખૂબ જ ફાયદાકારક છે.
કેળામાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ અને નેચરલ ખાંડ શરીરને નુકસાન પહોંચાડતી નથી. તેમાં રહેલા ફાઈબર શુગર લેવલને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓએ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે થોડી માત્રામાં કેળા ખાવા જોઈએ.
કેળાનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે. માત્ર દિવસ દરમિયાન 1 કેળુ ખાવાથી કોઈ નુકસાન થતુ નથી. તે તમને દિવસભર ઉર્જાથી ભરપૂર રાખે છે.
ડાયાબિટીઝના દર્દીઓએ સિમીત કેળા માત્રામા ખાવું જોઈએ. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક શેર કરજો. આવીજ મહત્વની જાણકારી માટે જોડાયેલા રહો.