Cancer Cause: શું ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી કેન્સર થઈ શકે છે?


By Sanket M Parekh06, Aug 2025 04:19 PMgujaratijagran.com

રિસર્ચનો રિપોર્ટ

ગર્ભનિરોધક ગોળીઓના સેવન અને કેન્સરના જોખમ વચ્ચેના સંબંધ પર અનેક રિસર્ચ કરવામાં આવ્યા છે. જેના પરિણામો પબમેડ (PubMed) રિપોર્ટમાં પણ ઉપલબ્ધ છે. જેમાં કેન્સર પર ગર્ભનિરોધક ગોળીઓની અસર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

સ્તન કેન્સર

કેટલાક રિસર્ચમાં સામે આવ્યું છે કે, ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતી મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ સહેજ વધારે રહે છે. જો કે આ ગોળીઓનું સેવન બંધ કર્યાના થોડા વર્ષો પછી આ જોખમ સામાન્ય થઈ જાય છે.

ગર્ભાશય ગ્રીવા કેન્સર

લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરવાથી ગર્ભાશય ગ્રીવા કેન્સરનું જોખમ વધી શકે છે, ખાસ કરીને જે મહિલાઓ HPV (Human Papillomavirus) ચેપથી પ્રભાવિત હોય છે. જો કે ગોળીઓનું સેવન બંધ કર્યાના થોડા વર્ષો પછી આ જોખમ પણ સામાન્ય થઈ જાય છે.

અંડાશય કેન્સર

ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ અંડાશય કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. જે મહિલાઓ 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી આ ગોળીઓનું સેવન કરે છે, તેમનામાં આ કેન્સરનું જોખમ 50% સુધી ઓછું થઈ શકે છે.

ગર્ભાશય (એન્ડોમેટ્રિયલ) કેન્સર

ગર્ભનિરોધક ગોળીઓનું સેવન ગર્ભાશયના કેન્સરના જોખમને પણ ઘટાડી શકે છે. 10 વર્ષ સુધી તેનો ઉપયોગ કરવાથી આ કેન્સરનું જોખમ 80% સુધી ઘટી શકે છે.

આંતરડાનું કેન્સર

કેટલાક સંશોધનો સૂચવે છે કે, ગર્ભનિરોધક ગોળીઓનું સેવન આંતરડાના કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે. જો કે આ સંદર્ભે વધુ રિસર્ચની આવશ્યક્તા છે.

લીવર કેન્સર

ગર્ભનિરોધક ગોળીઓનું સેવન લીવર કેન્સરનું જોખમ વધારી શકે છે. ખાસ કરીને જે મહિલાઓ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરે છે. આવી ગોળીઓ અંડાશય, ગર્ભાશય અને આંતરડાના કેન્સરથી રક્ષણ પણ પ્રદાન કરી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ વ્યક્તિગત નિર્ણય લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શું તમારે પણ ખાધા પછી ટોઈલેટ જવું પડે છે? જાણો