જ્યોતિષ શાસ્ત્રમાં કપૂર ઘરે સળગાવવાના ઘણા ફાયદા આપવામાં આવ્યા છે. ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે તમે આ ઉપાય અપનાવી શકો છો.
હિન્દુ ધર્મમાં કપૂરનો ઉપયોગ પૂજા સામગ્રી તરીકે થાય છે. એવું માનવામાં આવે છે કે, સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવવું શુભ હોય છે.
જો તમે ઘરમાં ચાલી રહેલા મતભેદના વાતાવરણને શાંત કરવા માંગતા હોવ તો કપૂર સળગાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. આવું કરવાથી નકારાત્મકતાનો નાશ થાય છે.
કપૂર પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જેથી તમારે કપૂરને ઘરે પ્રગટાવવું જરૂરી છે.
ઘરમાં નિયમિત કપૂર સળગાવવાથી પતિ-પત્ની વચ્ચેના વિવાદને શાંત થાય છે.
જો પરિવારમાં નાની-નાની બાબતોને લઈને ઝઘડો થતો હોય તો પૂજા રૂમમાં કપૂર સળગાવવાથી પરિવાર વચ્ચે પ્રેમ વધે છે.
કપૂર સળગાવવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. આ સાથે પરિવારમાં હંમેશા ખુશીઓ બની રહે છે.
અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.