હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ પવિત્ર પર્વ મા દુર્ગાને સમર્પિત છે. આ વર્ષે નવરાત્રિનો પ્રારંભ 22 સપ્ટેમ્બર, સોમવારના રોજથી થઈ રહ્યો છે.
હિંદુ માન્યતા અનુસાર આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગા પૃથ્વી પર વાસ કરે છે અને પોતાના ભક્તોની પૂજાથી પ્રસન્ન થઈને તેમને ફળ આપે કરે છે. આ દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
હિંદુ માન્યતા મુજબ શંખમાં દેવી-દેવતાઓની શક્તિ અને ઊર્જા સમાયેલી હોય છે. જ્યારે તેને વગાડવામાં આવે છે, ત્યારે તેની ધ્વનિથી ચારેબાજુ સકારાત્મક ઊર્જા ફેલાય છે.
જો નવરાત્રિ દરમિયાન ઘરમાં શંખ ખરીદીને લાવવામાં આવે અને દરરોજ તેની પૂજા કરીને તેને વગાડવામાં આવે તો દેવી દુર્ગાની કૃપાથી ઘરના કષ્ટો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
નવરાત્રિના નવ દિવસોમાંથી કોઈપણ દિવસે જો શ્રીયંત્ર ઘરે ખરીદીને લાવવામાં આવે તો વ્યક્તિને મા ભગવતીની કૃપાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
એવી માન્યતા છે કે શ્રીયંત્રની દરરોજ પૂજા કરવાથી વ્યક્તિની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનભર પૈસાની અછત રહેતી નથી.
મોરપીંછને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નવરાત્રિમાં ઘરમાં મોરપીંછ લાવવાથી દેવી સરસ્વતી જ્ઞાનના આશીર્વાદ પ્રદાન કરે છે.
હિંદુ માન્યતા અનુસાર નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લાવીને રોપવો અત્યંત શુભ ગણાય છે. તેનાથી ઘરના અનેક વાસ્તુ દોષોનો નાશ થાય છે.