બ્રાઉન રાઇસ ખાવાથી આ જબરદસ્ત ફાયદા મળે છે, આવો જાણીએ


By Vanraj Dabhi26, Sep 2023 02:56 PMgujaratijagran.com

જાણો

એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર બ્રાઉન રાઈસ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કરચલીઓ, પિમ્પલ્સ, ટેનિંગ વગેરે જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

પાચન સુધારવા માટે

બ્રાઉન રાઈસમાં હાજર ફાઈબર પાચન માટે સારું માનવામાં આવે છે. આનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે

બ્રાઉન રાઈસમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, જે શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે

બ્રાઉન રાઇસના સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જેનાથી હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા

બ્રાઉન રાઇસમાં રહેલ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, જેથી તમે મોસમી બીમારીથી બચી રહી શકો.

બ્લડ સુગર ઘટાડવા માટે

બ્રાઉન રાઇસમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેના સેવનથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

કેન્સર માટે

બ્રાઉન રાઈસમાં રહેલા પોષક તત્વો કેન્સર જેવા જીવલેણ બીમારીને રોકવામાં પણ મદદરૂપ છે.

સલાહ લેવી જરૂરી

આ સ્ટોરી સામાન્ય માહિતી પર આધારિત છે. બીમારી સંબંધિત વધુ માહિતી માટે, ડૉક્ટરની સલાહ લો.

વાંચતા રહો

તમે પણ બ્રાઉન રાઇસ ખાવ અને સ્વસ્થ રહો. જો તમને સ્ટોરી ગમે હોય તો સેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વજન ઘટાડવા માટે તમારા આહારમાં આ 4 ટેસ્ટી પ્રોટીન શેકનો સમાવેશ કરો