Brain Foods: મગજ માટે 'સુપરફૂડ્સ' છે આ વસ્તુઓ, ખાવા માત્રથી વધી જશે યાદશક્તિ


By Sanket M Parekh24, Sep 2024 03:20 PMgujaratijagran.com

બ્રેઈનને શાર્પ કરવા

બ્રેઈનને શાર્પ કરવા માટે શું ખાવું જરૂરી છે, તેના તરફ ભાગ્યે જ લોકો ધ્યાન આપે છે. જેના કારણે મગજ નબળાઈ અનુભવવા લાગે છે. મગજને હેલ્ધી રાખવા માટે તમારે તમારી ડાયટમાં કેટલાક સુપરફૂડ્સને અચૂક સામેલ કરવા જોઈએ.

શક્કરિયા

શક્કરિયામાં બીટા-કેરોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેને શેકીને ખાવાથી ચમત્કારિક ફાયદા મળે છે. શક્કરિયા એક એન્ટી ઑક્સીડેન્ટ છે, જે બ્રેઈન ફંક્શનને તેજ કરે છે. શેકેલા શક્કરિયા એનર્જી માટે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ પુરુ પાડે છે. જેનાથી શરીરમાં કોર્ટિસેલનું પ્રમાણ ઘટે છે, જેનાથી તણાવ નથી થતો.

બદામ

પેરેન્ટ્સ બાળકોને બદામ ખાવાની સલાહ આપતા જોવા મળે છે. જે મગજ માટે સુપરફૂડ્સ છે. વિટામિન-Eથી ભરપુર બદામ કાચી ખાવાની જગ્યાએ તેને શેકીને ખાવી જોઈએ. જેથી તેમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ ગુણ વધી જાય છે, જે બ્રેઈન સેલ્સને ઑક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે.

બ્રોકલી

શેકેલી બ્રોકલીમાં વિટામિન K અને અન્ય ન્યુટ્રિએન્ટ પુષ્કળ હોય છે. જે મગજ અને કૉગ્નિટિવિ ફંક્શન માટે મહત્ત્વપૂર્ણ છે. જેમાં એન્ટી ઑક્સિડેન્ટ પણ હોય છે.

અખરોટ

આમ પણ અખરોટ ઓમેગા-3નો સોર્સ માનવામાં આવે છે. જેનાથી બ્રેઈન અને કૉગ્નિટિવ હેલ્થ સુધરે છે. અખરોટના એન્ટી ઑક્સિડેન્ટ અને પોલીફેનોક્સ જેવા પોષક તત્વો બ્રેઈનની સેલ્સને ડેમેજ થતાં બચાવવાનું કામ કરે છે. જેના કારણે મગજ લાંબા સમય સુધી યોગ્ય રીતે કામ કરવા સક્ષમ બને છે.

Vitamin Deficiency: કયા વિટામિનની ઊણપથી કઈ બીમારી થાય છે, જાણી લો આખું લિસ્ટ