દૂધીના શાકનું નામ સાંભળીને બાળકોથી માંડીને પુખ્તવયના લોકોનું મૂડ બગડી જાય છે,શુ તમે જાણો છો તેમાં અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો મળે છે.
હા અમે વાત કરી રહ્યા છીએ દૂધીના શાકની,જે સામાન્ય રીતે ઘીયા નામથી ઓળખવામાં આવે છે અને તે માર્કેટમાં સરળતાથી મળી રહે છે.
દૂધી એક ફાયદાકારક શાક છે,જેને ખાવાથી તમે અનેક બીમારીઓથી રાહત મેળવી શકો છો,ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
નિયમિત દૂધીનું શાક કે તેનું જ્યુસ પીવાથી વજન ઝડપથી ઘટે છે.
દૂધીમાં વિટામિન,કેલ્શિયમ,પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ઝીંક હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. તેમાં પાણી વધુ હોવાથી તે ઉનાળામાં હાઇડ્રેટ કરે છે.
દરરોજ સવારે ખાલી પેટે દૂધીનું જ્યુસ પીવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
દૂધીનું જ્યુસ ખૂબ જ હળવું હોય છે અને તેમાં ઘણા તત્વો હોય છે જે ગેસ અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.
જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હોય છે ત્યારે હૃદયની ઘણી બીમારીનું જોખમ વધી જાય છે. દૂધી ખાવાથી હાનિકારક કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
દૂધીનું જ્યુસ નિયમિતપણે પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે, જેવાથી હૃદય સંબંધિત સમસ્યા દૂર થાય છે.
વધુ પડતું તળેલું,બિનઆરોગપ્રદ ખોરાક ખાવાથી કે દારૂ પીવાથી લીવરમાં ઝડપથી સોજો આવી જાય છે,આવી સ્થિતિમાં દૂધી અને આદુનો રસ આરામ આપે છે.
દૂધીમાં કુદરતી પાણી હોય છે જયુસનું નિયમિત સેવન અથવા તેનો રસ ચહેરા પર માલિશ કરવાથી ચહેરા પર ચમક આવે છે.
દૂધીના જ્યુસમાં આલ્કલાઇન ગુણ હોય છે,જે પેશાબની નળીની એસિડિટીને દૂર કરે છે અને પેશાબ કરતી વખતે બળતરામાં રાહત આપે છે.
તો તમે પણ આ શાકભાજીને તમારા આહારમાં સમાવેશ કરશો? આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.