બોલિવૂડ સ્ટાર્સ એક્ટિંગ સિવાય મંદિરોમાં જઈને ભગવાનની પૂજા પણ કરે છે. ખાસ કરીને ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે આ વર્ષે કયા સેલેબ્સે બાપ્પાનું સ્વાગત કર્યું છે.
શિલ્પા શેટ્ટી દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે. આ વર્ષ પણ ગણપતિ બાપ્પાને ઘરે લાવી છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી પોતાના ઘરે ધામધૂમથી ઉજવણી કરી રહી છે.
રકુલ પ્રીતે લગ્ન પછી પહેલીવાર ઘરે ભગવાન ગણેશજીની સ્થાપના કરી છે. આ દરમિયાન રકુલ અને જેકી બંને ખૂબ જ ખુશ દેખાતા જોવા મળ્યા હતા.
સારા અલી ખાને પણ આ વર્ષે ગણપતિજીની સ્થાપના કરી છે. આ દરમિયાન તેણીએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો છે. જેમાં તેણીએ ઓરેન્જ કલરનો સૂટ પહેર્યો હતો.
આયુષ્માન ખુરાનાએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. આયુષ્માન ખુરાનાએ પોતાના હાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા હતા.
શ્રદ્ધા કપૂરે આ વર્ષે પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે. ગણેશ ઉત્સવ માટે તે અંબાણીના ઘરે પણ ગઈ હતી.
ભૂમિ પેડનેકરે પણ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ પોતાના ધરે ઇકો-ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી છે. ઉપરાંત પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા પણ અપીલ કરી હતી.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.