Jawanના એક્શનથી ભરપુર ટ્રેલરમાં જોવા મળ્યા SRKના 10 અવતાર, જુઓ તસવીરો


By Sanket M Parekh01, Sep 2023 03:46 PMgujaratijagran.com

ટ્રેલર

શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જવાન'નું ધમાકેદાર ટ્રેલર 31 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ ચૂક્યું છે. આ સાથે જ તે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે.

ફિલ્મ રિલીઝ

'જવાન' ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

10 અવતાર

શાહરુખ ખાનની આ ફિલ્મના 2 મિનિટ 45 સેકન્ડના ટ્રેલરમાં SRK એક નહીં, પરંતુ 10 અલગ-અલગ અવતારમાં જોવા મળે છે.

બાલ્ડ લુક

ટ્રેલરની શરૂઆતમાં કિંગ ખાન મુંબઈ મેટ્રોને હાઈઝેક કરતાં બાલ્ડ લુકમાં જોવા મળી રહ્યો છે.

ઈન્ટેન્સ લુક

અન્ય લુકમાં શાહરુખ ખાન ઈન્ટેન્સ લુકમાં જોવા મળ્યો છે. જેમાં શાહરુખ હાથમાં દંડો પકડીને આંખોને હાઈલાઈટ કરતો જોવા મળી રહ્યો છે.

પોલીસ ઑફિસર

આ સાથે જ ટ્રેલરમાં શાહરુખ પોલીસ અધિકારી તરીકે પણ જોવા મળી રહ્યો છે. જેમાં શાહરુખનો આંખ પર ચશ્મા અને ક્યૂટ સ્માઈલ વાળો લુક જોવા મળી રહ્યો છે.

એક્શન મોડ

આ ઉપરાંત શાહરુખ એક સીનમાં હળવી બિયર્ડની સાથે હાથમાં બંદૂક પકડીને ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. અન્ય સીનમાં ક્લીન શેવમાં શાહરુખનો રોમેન્ટિક અંદાજ પણ જોવા મળે છે.

આર્મી ઑફિસર

ટ્રેલરના એક પાર્ટમાં શાહરૂખ આર્મી ઑફિસરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

ખતરનાક અવતાર

આખરમાં કિંગ ખાન બે ખતરનાક અવતારમાં જોવા મળી રહ્યો છે. જેમાં એકમાં તે સફેદ દાઢી અને લાંબા વાળમાં દેખાય છે. જ્યારે અન્ય અવતારમાં હાથમાં હથિયાર અને મોંઢામાં સિગાર વાળો ડેન્જર લુક જોવા મળી રહ્યો છે.

સપ્ટેમ્બર મહિનામાં આ 6 રાશિના જાતકોનું ખુલશે ભાગ્ય