શરીર માટે કાળી મરી કોઈ ખજાનાથી ઓછી નથી, રસોઈમા પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કાળી મરીનું પાણી પણ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોય છે.
કાળી મરીનું પાણી પોષકતત્વોથી ભરપૂર હોય છે. કાળી મરીમાં એન્ટી-માઈક્રોબીયલ, એન્ટી-ઈન્ફાલામેટરી, એન્ટી-બેક્ટેરીયલ અને ડાયજેસ્ટીવ જેવા ગુણો રહેલા હોય છે.
કાળી મરીનું પાણી બનાવવા એક વાસણમાં પાણી લો તેમા કાળી મરી નાખો, તેને ગેસ પર મુકીને ગરમ કરી લો. ત્યારબાદ આ પાણીને ગાળીને પીવો.
હાર્ટ ને તંદુરસ્ત રાખવા માટે પણ કાળી મરીનું પાણી પી શકાય છે. કાળી મરીનું પાણી હાર્ટને તંદુરસ્ત રાખે છે.
જે લોકો બ્લડ સુગરના દર્દી છે એમની માટે પણ કાળી મરી ઘણું ફાયદાકારક છે. આ પાણી બ્લડ સુગરને નિયંત્રીત કરે છે
શરીરને સાફ રાખવા માટે પણ કાળી મરીનું પાણી પી શકાય છે. કાલી મરીનું પાણી પીને ઝેરી પદાર્થો દૂર કરી શકાય છે.
ઘણા લોકા માટે કાળી મરીનું સેવન નુકસાનદાયક છે માટે આનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી