કાચના બારી- બારણા હવે ચમકશે આ રીતે કરો સાફ


By Smith Taral24, Jan 2024 04:23 PMgujaratijagran.com

ઘર આપણે રોજ જ સાફ કરીએ છે, પરંતુ સૌથી વધારે જે જલદી ખરાબ થઈ જાય એ છે, કાચની વસ્તુઓ. આજકાલ આપણે બારી-બારણા બનાવવામા પણ કાચનો ઉપયોગ કરીએ છે. અને આ કારણથી આમા જલદી ધુળ અને ડાઘ લાગી જતા હોય છે. આવામાં આપણે કેટલીક ટીપ્સ અપનાવી શકીએ છે જે આપણને ઘણી કામ આવી શકે છે.

લીંબુ અને મીઠું

બારી અને દરવાજાને સાફ કરવા માટે લીંબુ અને મીઠુંનો ઉપયોગ કરવામા આવે છે. આ કાચમા લાગેલા ડાઘને સરળતાથી સાફ કરી દે છે. આ માટે બંનેને મીક્સ કરીને એક પેસ્ટ જેવું બનાવી લો અને આનાથી ડાઘના નિશાનને સાફ કરો.

એપલ સાઈડર વિનેગર

આની માટે 2 કપ પાણીમાં એક એપલ સાઈડર વિનેગર મેળવો અને હવે આમા કોટનનું કાપડ બોળીને બારી દરવાજાને વ્યવસ્થિત સાફ કરો.

બેંકીગ સોડા

બેંકીગ સોડાની મદદથી કાચના બારી દરવાજાને ચમકાવી શકાય છે. આ માટે પાવડરમા બેંકીગ સોડા મેળવીને એક પેસ્ટ બનાવી લો. આની મદદથી તમે ઘરના બાર-દરવાજા સાફ કરી શકો છો.

You may also like

પાણીની બોટલ સાફ કરવાની કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ

ફલોર પરના જિદ્દી ડાઘ સાફ થશે આ 3 રીત અપનાવો, ઘસવાની જરુર નહી પડે

ડીશ સોપ

કીચનમાં રહેલી ડીશ સોપને સ્પ્રેની બોટલમા નાખીને બારી- દરવાજા પર છાંટો, અને પછી તેને કપડાથી બરાબર ઘસો, ડાઘ સાફ થઈ જશે.

કોર્ન સ્ટાર્ચ

કાચના બારી-બારણા અને દરવાજાને સાફ કરવા માટે 2 કપ પાણીમા કોર્ન સ્ટાર્ચ, વ્હાઈટ વિનેગરને મીક્સ કરી લો, હવે તેને સુતરાઉ કાપડની મદદથી કાચને સાફ કરી લો.

મીઠા અને પાણીનું મીશ્રણ

મીઠા અને પાણીનું મીશ્રણ બનાવીને ખરાબ કાચ પર સ્પ્રે કરો. હવે આ કપડાની મદદથી સાફ કરો. મીઠું સરળતાથી ગંદકીને સાફ કરી શકે છે.

ખાલી પેટે 1 વાટકી પપૈયું ખાવાના મળશે અઢળક ફાયદા