Benefits Of Jaggery: આ સમયે ગોળ ખાવાથી દૂર રહે છે ગંભીર બીમારીઓ


By Sanket M Parekh25, Oct 2024 03:54 PMgujaratijagran.com

ગોળ ખાવો

ઘણાં લોકોને ભોજન સાથે ગોળ ખાવું ગમતું હોય છે. જેને નિયમિત ખાવાથી શરીરમાં ફેરફાર દેખાવા લાગે છે. તો ચાલો જાણીએ ક્યા સમયે ગોળ ખાવાથી ગંભીર બીમારીઓ નથી થતી.

ખાણી-પીણી પર ધ્યાન આપો

શરીરને હેલ્ધી રાખવા માટે ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેના માટે ડાયટમાં પોષક તત્વો યુક્ત ફૂડને સામેલ કરવા જોઈએ.

પોષક તત્વોથી ભરપુર ગોળ

ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ, લોહ, જીંક અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જેને ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે.

સવારે ગોળ ખાવો

ખાલી પેટ ગોળ ખાઈને પાણી પીવું સારું છે. જેનાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને પેટ સાથં સંકળાયેલી અન્ય સમસ્યાઓનો ખતરો ટળે છે.

ભોજન બાદ ગોળ ખાવો

ગોળ ખાવાથી પાચન એન્જાઈમ સક્રિય થાય છે. ભરપેટ ભોજન બાદ ગોળ ખાવાથી પેટ ફુલવા, ગેસ, એસિડિટીની સમસ્યા દૂર રહે છે.

સૂતા પહેલા ગોળ ખાવ

રાતે સૂતા પહેલા ગોળ ખાવાથી ઈમ્યુનિટી મજબૂત રહે છે. જેનાથી શરીરમાં ઈન્ફેક્શન થવાનો ખતરો પણ ટળે છે. આ ઉપરાંત રાતે ગાઢ ઊંઘ પણ આવે છે.

એનિમિયાથી બચાવે

ગોળમાં પુષ્કળ પ્રમાણમાં આયરન હોય છે. જેને ખાવાથી એનિમિયાનો ખતરો ઘટી જાય છે. આ સાથે જ શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધવા માંડે છે.

સાંધાના દુ:ખાવામાં રાહત

ગોળમાં કેલ્શિયમ અને ફૉસ્ફોરસ મળી આવે છે, જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. ગોળ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

Yoga For High BP: યોગ ભગાવે રોગ: બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા ક્યા યોગાસન કરવા?