દૂધમા ઉમેરીને પીઓ આ 6 વસ્તુઓ, બનશો તાકાતવર


By Hariom Sharma01, Dec 2023 04:08 PMgujaratijagran.com

દૂધ

શરીરને તાકાતવાર બનાવવા માટે તમે દૂધમા કેટલીક વસ્તુઓ નાખીને પીવી જોઈએ. ચલો જાણીએ દૂધમા કંઈ વસ્તુઓ નાખીને પી શકાય?

દૂધમા પોષકતત્વો

દૂધમા કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન, કાબ્રોહાઈડ્રેટ જેવા પોષકતત્વો રહેલા હોય છે. તેને રાતે સૂતા પહેલા પીવાથી શરીર હેલ્ધી રહે છે.

હાડકાઓને મજબૂત કરે

દૂધમા રહેલુ કેલ્શિયમ હાડકાઓને મજબૂત કરવામા મદદ કરે છે. તે માટે દૂધમા કેટલીક વસ્તુઓ નાખીને પી શકાય.

ઈલાયચી

ઈલાયચી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તથા તેમા રહેલુ કેલ્શિયમ શરીરને મજબૂત બનાવવામા મદદ કરે છે. આ ઉપરાંત ઘણા પ્રકારની બીમારીઓને પણ દૂર રાખે છે.

મુનક્કા

મુનક્કામા કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે. તેને દૂધમા નાખીને પીવાથી શરીર મજબૂત બને છે.

કેસર વાળુ દૂધ

આ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેનાથી પાચન સુધરે છે અને સારી ઊંધ આવે છે.

બદામ વાળુ દૂધ

બદામ વાળુ દૂધ શરીર માટે ખૂબ ગુણકારી છે. તેમા આયરન, કેલ્શિયમ રહેલા હોય છે. બદામ વાળુ દૂધ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે.

દૂધમા અશ્વગંધા ચૂર્ણ મિલાવો

શરીરને તાકાતવર બનાવવા માટે દૂધમા અશ્વગંધા ચૂર્ણ મિલાવીને પીવુ જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે.

હળદરવાળુ દૂધ

હળદરમા ઘણા પોષકતત્વો રહેલા છે. હળદરવાળા દૂધનુ સેવન રોજ કરવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય સંબધિત ફાયદાઓ મળે છે.

શું તમે ક્યારેય જામફળના પાનની ચા ટ્રાય કરી છે, શિયાળામાં જામફળના પાન વાળી ચા પુરુષો માટે ફાયદાકારક છે