નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઘરની અંદર કે આસપાસ કેટલાક છોડ લગાવવાથી તમે બીમારીઓથી દૂર રહી શકો છો.
આજે અમે તમને એવા છોડ વિશે જણાવીશું, તેને ઘરમાં લગાવવાથી બીમારીઓ દૂર રહેશે.
મની પ્લાન્ટ ફેર્માલ્ડિહાઈડ, બેન્ઝીમ નામનું રસાયણ અને પ્રદુષિત તત્વોને શોષી લે છે.જે ચક્કર, બેચેની અને માથાના દુખાવાનું કારણ બની શકે છે.
લીલીનો છોડ લગાવવાથી ફેર્માલ્ડિહાઈડથી છુટકારો મેળવવામાં મદદ મળે છે, જે અસ્થમાનો એટેક અને એલર્જીનું કારણ બની શકે છે.
તુલસીને ઓક્સિજન ઉત્પાદક તરીકે જાણીતી છે, જે કોઈપણ એર પ્યૂરિફાયર કરતાં વધુ સારી રીતે કામ કરે છે.
એલોવેરા ત્વચા માટે સારૂં છે. તે એસાટોન,એમોનિયા અને એથિલ એસીટેટ સહિત હવામાંથી ઘણા ઝેરી તત્વોને પણ શોષી લે છે.
વાંસનો છોડ ઘરમાં લગાવવાથી તમે રોગના કીટાણુઓથી દૂર રહેશો, સાથે જ આ છોડ ઘરમાં સુખ-શાંતિ પણ લાવે છે.
સ્પાઈડર પ્વાન્ટ કાર્બન મોનોક્સાઈડ,સ્ટાયરીન દૂર કરીને હવાને શુદ્ધ કરે છે.
જીવનશૈલી સાથે જોડાયેલા તમામ મોટો સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.