વૃક્ષો અને છોડ આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હિંદુ ધર્મમાં કેટલાક વૃક્ષો અને છોડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ છોડ તમારા બંધ નસીબના દરવાજા ખોલી શકે છે.
આજે આપણે કેટલાક એવા વૃક્ષો અને છોડ વિશે વાત કરીશું, જે તમારી રાશિ અનુસાર વાવવાથી તમારા બગડેલા કામ બની શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
જો તમારી રાશિ મેષ છે, તો તમારે આંબા, દાડમ, આમળા, લીમડો, વડ, ઉમરો અથવા જાસૂદના વૃક્ષો-છોડ વાવવા જોઈએ. તેનાથી તમારા નસીબનો સિતારો ચમકી શકે છે.
વૃષભ રાશિના જાતકોએ મોગરો, ચમેલી, પલાશ અને અશોકનું વૃક્ષ વાવવું જોઈએ. તેનાથી તમારી કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થઈ શકે છે.
મિથુન રાશિના સ્વામી ગ્રહોના રાજકુમાર બુધ છે. આ રાશિના લોકો માટે તુલસી, સીસમ, આંબો, ફણસ, દ્રાક્ષ, બીલી, અપમાર્ગ અને ગુલાબના છોડ વાવવા ફાયદાકારક હોય છે.
કન્યા રાશિના લોકોએ ચમેલી અને બીલીપત્રના છોડ વાવવા જોઈએ. આ છોડ તમને ખૂબ જ સકારાત્મક પરિણામ આપે છે અને તમને લાભ અપાવે છે.
તુલા રાશિવાળાના સ્વામી શુક્ર માનવામાં આવે છે. આ રાશિના લોકોએ અર્જુન અને નાગકેસરનો છોડ વાવવો જોઈએ. તેનાથી તમારા દાંપત્ય સંબંધોમાં મધુરતા રહે છે.
સાલ, ફણસ, રોતાંગ અને પામનો છોડ ધનુ રાશિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી આ રાશિના જીવનમાં ખુશીઓ આવશે અને ઘરમાં ધનનું આગમન થશે.