જો તમે દિલ્હીની આસપાસ રહેતા હોવ, તો તમે ઋષિકેશ જવાનો પ્લાન બનાવી શકો છો. જ્યાં તમે અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકો છો.
મેઘાલયની રાજધાની શિલૉન્ગ પણ આ મહિનામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીંનું કુદરતી સૌદર્ય અને ખુશનુમા મોસમ તમારું મન મોહી લેશે.
વારાણસી ભવ્ય સંસ્કૃતિ વારસાથી સમૃદ્ધ છે. અહીંના ગંગા ઘાટ પર તમે નિરાંતની પળ માણી શકો છો. જ્યારે સાંજના સમયે ગંગા આરતીનો આનંદ લઈ શકો છો.
નવેમ્બર મહિનામાં ફરવા માટે રાજસ્થાન સૌથી બેસ્ટ છે. અહીં તમે અનેક ઐતિહાસિક સ્થળોને એક્સ્પ્લોર કરી શકો છો. આ સાથે રાજસ્થાની કલ્ચરને પણ ઈન્જૉય કરી શકો છો.
નવેમ્બર-ડિસેમ્બરના મહિનામાં ફરવા માટે ગોવા પણ સારો ઑપ્શન છે. અહીં તમે નાઈટ પાર્ટી ઈન્જોય કરી શકો છો. આ સિવાય દરિયા કાંઠે શાંતિની પળો માણવા સાથે અનેક એડવેન્ચર એક્ટિવિટીની મજા લઈ શકો છો.
દાર્જીલિંગ પણ ફરવા માટે સારી જગ્યા છે. અહીં તમે ચાના બગીચા જોવા ઉપરાંત અનેક એક્ટિવિટી જેવી કે ટ્રેકિંગ અને ટૉય ટ્રેનની મજા લઈ શકો છો.
ઉત્તરાખંડમાં આવેલ નૈનીતાલ પણ સુંદર જગ્યા છે. જ્યાં તમે પરિવાર સાથે ઈન્જોય કરી શકો છો. બાળકોને અહીં ખૂબ જ મજા આવશે. ટ્રેકિંગ અને બોટિંગની મજા માણવા ઉપરાંત અહીં આવેલ ઝૂ પણ જોવાલાયક છે.