ઠંડીમાં ફરવાનો પ્લાન બનાવો છો, તો આ 6 જગ્યાઓ વિશે જાણો


By Hariom Sharma13, Nov 2023 10:21 AMgujaratijagran.com

ફરવાના શૌકીન

ઘણા લોકો એવા હોય છે કે જેમને ઠંડીમાં ફરવા જવાનુ ખૂબ જ પસંદ હોય છે. સામાન્ય રીતે આ ઋતુમાં બરફ વાળી જગ્યા પર જવાનુ પસંદ કરે છે અને બર્ફીલા વાતાવરણનો આનંદ લેવા માંગતા હોય છે.

કેટલીક સુંદર જગ્યાઓ

ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જેના વિશે તમે એકવાર જાણી લેશો તો તમારું પણ મન એકવાર તો ત્યાં જવાનુ થશે જ.

ડલહૌજી

ડલહૌજી હમેશા યાત્રીઓ માટે ઠંડીની ઋતુમાં ફરવા માટે એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીંયા આવી ને જ લોકો પોતાના દુઃખ અને ચિંતા બધું જ ભૂલી જાય છે.

જેસલમેર

રાજસ્થાનમાં આવેલું જેસલમેર પૂરી દુનિયામાં જાણીતું છે. અહીંયા લોકો દૂર વિદેશથી પણ યાત્રીઓ ફરવા આવતા રહે છે. અહીંયા લોકો પ્રકૃતિનો આનંદ લે છે.

You may also like

દિવાળી વેકેશન માટે કચ્છમાં ફરવા માટેના સ્થળોનું લિસ્ટ નોંધી લો

રાજકોટમાં શું જોવાલાયક છે? દિવાળી પર આ રમણીય સ્થળોની મુલાકાત અવશ્ય કરો

સિક્કિમ

સિક્કિમએ ભારતનું પૂર્વોત્તર રાજ્ય છે. આ જગ્યા પૂરી રીતે પર્વતો અને વાદળોની વચ્ચે વસેલું છે. અહીંયા તમારે જરૂરથી જવું જોઈએ.

પુડુચેરી

પુડુચેરી એક કેન્દ્રશાસિત રાજ્ય છે. જ્યાંની સુંદરતા વિદેશના લોકોને પણ પોતાની તરફ ખેંચે છે. જો તમે ઠંડીમાં ફરવાનું આયોજન કરી રહ્યા છો તો આ જગ્યા વિશે એકવાર જરૂરથી વિચારવું જોઈએ.

મસૂરી

ઉત્તરાખંડ રાજ્ય અને હિમાલયના ખોળામાં વસેલી એક એવીજગ્યા જેનું નામ છે મસૂરી. આ એક એવી જગ્યા છે જ્યાં દરેક જવા ઈચ્છે છે. ઠંડીમાં આ જગ્યાનો નજારો ખૂબજ અદ્ભૂત હોય છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

ભાઈબીજ મહેંદી ડિઝાઇન : માત્ર 5 મિનિટમાં બેક હેન્ડ પર મહેંદી ડિઝાઇન લગાવો