મથુરા નજીક આવેલું વૃંદાવનનું બાંકે બિહારી મંદિર, ભગવાન કૃષ્ણના બાળપણના રાસલીલાઓ અને ખાસ પ્રાર્થનાઓ સાથે જન્માષ્ટમીની ઉજવણી માટે જાણીતું છે.
મથુરા જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો. અહીં જન્માષ્ટમીના તહેવાર ખૂબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. અહીં આ મંદિરનો શણગાર પણ અદભૂત અને જોવાલાયક છે.
નાથદ્વારાનું શ્રીનાથજી મંદિર, જન્માષ્ટમી દરમિયાન અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દર્શન અને ભક્તિમય સંગીત-નૃત્ય માટે જાણીનું નાથદ્વારા ભગવાન કૃષ્ણનું પવિત્ર સ્થળ છે.
મુંબઈમાં જન્માષ્ટમીમાં દહીં હાંડીનો તહેવાર અતિ લોકપ્રીય છે. અહીં મટકી ફોડ માટે યુવાનો એક બીજા ખભા પર મૂકીને પિરામિડ બનાવે છે, અને ટોચ પર રાખેલી માટલી ફોડે છે જે કૃષ્ણના માખણ ચોરીના પ્રસંગને જિવંત કરે છે.
ગોકુલનાથ મંદિર જ્યાં કૃષ્ણ ભગવાન એ તેમનું બાળપણ વિતાવ્યું. જન્માષ્ટમી દરમિયાન તમે અહીંના જીવંત ઉત્સવ અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરી શકો છો
પુરીનું જગન્નાથ મંદિર, ખાસ કરીને જન્માષ્ટમી પર, વિશેષ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે.
ઉડુપીના કૃષ્ણ મઠમાં જન્માષ્ટમીની ઉજવણી ભારે શાનદાર છે, જેમાં વાઇબ્રન્ટ સરઘસો અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
બરસાના જે રાધાનું જન્મસ્થળ છે અહીં કૃષ્ણ-રાધાના પ્રેમની યાદમાં ભક્તિ ગીતો સાથે જન્માષ્ટમીની ઉજવણી કરે છે.
ગોવિંદ દેવજી મંદિર, જયપુરમાં જન્માષ્ટમીનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં ભવ્ય આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે.