રાજસ્થાન ભારતનાં ઐતિહાસિક અને સૌથી રંગીન રાજ્યોમાંનું એક છે. અહીં તમને રણ, ઐતિહાસિક કિલ્લાઓ, ભવ્ય મહેલો અને રંગીન બજારો જોવા મળશે. જાણો ચોમાસામાં રાજસ્થાનના મુલાકાત લેવા જેવા સ્થળો વિશે...
તમારે એકવાર રાજસ્થાનની રાજધાની જયપુરની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. અહીં તમને ગુલાબી રંગના ઘરો, હવા મહેલ, સિટી પેલેસ, જંતર મંતર અને આમેરનો કિલ્લો વગેરે જોવા મળશે.
રાજસ્થાનનું ઉદયપુર શહેર સુંદર તળાવો અને ભવ્ય મહેલો માટે પ્રખ્યાત છે. અહીંની સાંકડી ગલીઓમાં ફરવાની એક અલગ જ મજા છે. ઉદયપુરમાં તમારે રાત્રે લેક પિછોલા પર બોટિંગ અવશ્ય કરવી જોઈએ.
જેસલમેરની વાત કરીએ તો, અહીં તમને સોનેરી રેતી અને રણની સંસ્કૃતિ જોવા મળશે. તમારે અહીં સોનાર કિલ્લો અને ગડીસર તળાવ ચોક્કસ જોવા જોઈએ.
પુષ્કર એક શાંત અને પવિત્ર શહેર છે. અહીંની સાંકડી ગલીઓમાં બનેલા મંદિરો, સાધુઓની હાજરી અને શાંત વાતાવરણ એક અલગ જ શાંતિ આપે છે. તમારે એકવાર પુષ્કર મેળો પણ જોવો જોઈએ.
જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો રણથંભોર નેશનલ પાર્કમાં ટાઈગર સફારી ચોક્કસ કરવી જોઈએ. અહીં તમને વાઘ, દીપડા અને અન્ય વન્ય જીવો જોવા મળશે. આ તમારી ટ્રિપને શાનદાર બનાવશે.
રાજસ્થાનમાં સ્થિત ભાનગઢ કિલ્લો ભારતની સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક છે. આ કિલ્લામાં સાંજના સમય પછી રોકાવું મનાય છે. જોકે આ તમારી ટ્રિપને રોમાંચક બનાવી શકે છે.