સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિને ઉજાગર કરતી આ 7 ફિલ્મો જુઓ


By Smith Taral13, Aug 2024 01:11 PMgujaratijagran.com

રાઝી

એક ગુપ્ત RAW એજન્ટ, સેહમત ખાન દેશની સુરક્ષા અને હિત માટે પાકિસ્તાની પરિવારમાં લગ્ન કરી મહત્વની માહિતી મેળવે છે. આલિયા ભટ્ટ અને વીકી કૌશલ એ આ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે

રંગ દે બસંતી

આ ફિલ્મમાં વિદ્યાર્થીઓ તેમના મિત્ર અને એરફોર્સના પાયલટના મૃત્યુના અન્યાય સામે સરકાર સામ બળવો કરે છે. આ ફિલ્મ પણ દેશભક્તિની ભાવના ઉજાગર કરે છે.

લક્ષ્ય

રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટા સ્ટારર પણ દેશભક્તિ પર બનેલી સુદંર ફિલ્મ છે આને એક્ટર ડિરેક્ટર ફરહાન અખ્તરે ડિરેક્ટ કરી છે.

કેસરી

આ ફિલ્મમાં સૈનિક હવાલદાર ઈશર સિંઘ 10,000 પશ્તુન આક્રમણકારો સામેની લડાઈમાં 21 શીખ સૈનિકોનું નેતૃત્વ કરે છે. આ અત્યંત ભાવુક કરી દે તેવી ફિલ્મ છે

શેરશાહ

ભારતના સૈનિક વિક્રમ બત્રાના જીવન પર બનેલી આ ફિલ્મ કારગિલ યુદ્ધની અને તેમાં સૈનિકોના બલિદાનને અદભુત રીતે ફિલ્મ દશાર્વે છે

ચક દે ઇન્ડિયા

ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી કબીર ખાન પર દેશનું અપમાન કરવાનો આરોપ છે, પછી કેવી રીતે તેઓ ભારતીય મહિલા રાષ્ટ્રીય હોકી ટીમને કોચ કરે છે ને અને ઉત્તમ પ્રદર્શન આપીને ભારતનું નામ રોશન કરે છે તે ફિલ્મમાં બતાવામાં આવ્યું છે

સરદાર ઉધમ

જલિયાવાલા બાગ હત્યાકાંડમાં સેંકડો લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા પાછળ જવાબદાર ગવર્નર માઈકલ ઓડ્વાયરનો ક્રાંતિકારી ઉધમ સિંહ કેવી રીતે બદલો લે છે તે આ ફિલ્મની વાર્તા છે. વિકી કૌશલે આમાં શાનદાર અભિનય કર્યો છે.

Makai Na Dhokla Recipe: મકાઈના ઢોકળાની રેસીપી