પરિવાર કે પછી મિત્રો સાથે ચોમાસાની સિઝનમાં ટ્રેકિંગ અને એડવેન્ચરની મજા માણવાનું વિચારી રહ્યા હોવ તો, આ માહિતી તમને ઉપયોગી થશે.
ચોમાસાની સિઝનમાં ફ્રેન્ડ સાથે શનિ-રવિની રજામાં યાદગાર પળો વિતાવવા માટે ગિરનાર બેસ્ટ લોકેશન છે.
ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે ગિરનાર પવિત્ર સ્થળ છે.
ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગિરનાર છે. ગિરનાર પર્વતની ચારે બાજુ 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. ગિરનારમાં અંબાજી મંદિર, ગોરક્ષનાથ મંદિર અને દત્તાત્રેય મંદિર સહિત અનેક મંદિરો અને ઐતિહાસિક સ્થળો છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ 866 મંદિરો આવેલા છે.
ગુજરાતનું એવું સ્થળ છે જ્યાં મિત્રો અને પરિવાર સાથે જંગલો, નદીઓ,ધોધ અને હીલ સ્ટેશનની મજા માણી શકાય છે.
ઈડર અમદાવાદથી 120 કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
સાપુતારા ચોમાસાના વરસાદની મજા માણવા માટે ગુજરાતનું ઉત્તમ હિલ સ્ટેશન છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં આશરે 400 વર્ગ કિમીમાં ફેલાયેલ છે.
વિલ્સન હિલ્સ વલસાડના ધરમપુરમાં આવેલુ છે. આ સ્થળ જંગલોથી ઘેરાયેલુ હિલ સ્ટેશન છે.
પંચમહાલ જિલ્લાના હાલોલથી 6 કિમી. દૂર પાવાગઢની તળેટીમાં આ પવિત્ર અને પ્રવાસન સ્થળ આવેલું છે.