દિવાળી પર સ્ટાઇલિશ લુક માટે આ લિપસ્ટિક અજમાવો


By Vanraj Dabhi11, Nov 2023 03:06 PMgujaratijagran.com

સ્ટાઇલિશ લુક માટે લિપસ્ટિક

મહિલાઓ પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. ત્યારે હોઠની સુંદરતા વધારવા માટે તમે દિવાળી પર લિપસ્ટિક શેડ વિશે વિચાર કરતા હોવ તો આ શેડ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

બ્રાઉન લિપસ્ટિક

જો તમારી સ્કિન ટોન ગોરો છે, તો તમે આ પ્રકારની બ્રાઉન લિપસ્ટિક અજમાવી શકો છો. તમે તેને ટ્રેડિશનલ હેવી આઉટફિટ્સ સાથે કેરી કરી શકો છો.

ડીપ રેડ લિપસ્ટિક

દિવાળી પર તમે લહેંગા અથવા સાડી સાથે ડીપ રેડ કલરની લિપસ્ટિક ટ્રાય કરી શકો છો. આ પ્રકારની લિપસ્ટિક ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ લુક આપે છે.

ઓરેન્જ લિપસ્ટિક

જો તમારે કંઈક અલગ અને બોલ્ડ લુક બનાવવો હોય તો તમે આ પ્રકારની લિપસ્ટિક ટ્રાય કરી શકો છો. ફેસ્ટિવલ લુક માટે ઓરેન્જ શેડ બેસ્ટ રહેશે.

પિંક લિપસ્ટિક

દિવાળીના દરેક આઉટફિટ પર પિંક કલર બેસ્ટ રહેશે. જો તમને ડાર્ક શેડ પસંદ ન હોય તો આ પ્રકારની લાઇટ લિપસ્ટિક અજમાવી શકો છો.

ડાર્ક લિપસ્ટિક

જો તમને બોલ્ડ અને ક્લાસી લુક બનાવવા ઈચ્તા હોવ છે તો તમે આ પ્રકારની ડાર્ક લિપસ્ટિક પસંદ કરી શકો છો. તેનાથી તમે વધુ સુંદર દેખાશો.

ગુલાબી લિપસ્ટિક

આ પ્રકારની ગુલાબી લિપસ્ટિક સાડી સાથે ખૂબ જ સુંદર દેખાવ આપશે. દિવાળીના તહેવાર પર તમારે આ એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ.

ડાર્ક બ્રાઉન લિપસ્ટિક

જ્હાન્વી કપૂરની જેમ ડાર્ક બ્રાઉન શેડની રંગીન લિપસ્ટિક ટ્રેડિશનલ લુકને ગ્લેમરસ લુક આપશે. આ પ્રકારની લિપસ્ટિક ખૂબ જ સુંદર લાગશે.

વાંચતા રહો

તમે દિવાળીના અવસર પર લિપસ્ટિકના આ શેડ્સ પણ ટ્રાય કરી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દિવાળી અને ભાઈબીજ પર મહેંદીની આ સરળ ડિઝાઇન તમને સુંદર લાગશે, એકવાર ટ્રાય કરી જુઓ