સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછા બે ગ્લાસ અને વધુમાં વધુ એક લિટર હૂંફાળું પાણી પીવુ જોઈએ
તમે સવારે નાશ્તામાં ઓટ્સ બનાવીને ખાઈ શકો છો. સાદા ઓટ્સનું પેકેટ લાવી અને તેમાં ડુંગળી, લસણ, તજ, નાખી તેને સારી રીતે કુક કરી લો. આમાં તમે કેટલીક લીલી શાકભાજી પણ એડ કરી શકો છો.
બ્રંચ એટલે કે બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે તમે પાંચથી દસ બદામ, કોફી અથવા ગ્રીન ટી પી લઈ શકો છો આ સિવાય તમે આદુ, તુલસી, તજ, ઈલાઈચી વગેરે સાથે સુગર ફ્રી ચા પી શકો છો.
બપોરનું ભોજનમાં તમે બ્રાઉન રાઈસ, સલાડ, દાળ, મલ્ટી ગ્રેઈન લોટથી બનેલી એક કે બે રોટલી ખાઈ શકો છો
સાંજનો નાશ્તામાં તમે કોઈપણ વેજ સૂપ અથવા શેકેલા ચણા સાથે ચા કે કોફી અથવા ગ્રીન ટી પી શકો છો જો તમને સ્પ્રાઉટ્સ પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો.
રાતનું ભોજનમાં તમે એક બાઉલ વેજ સૂપ, એક બાઉલ સલાડ, અથવા પપૈયાનો એક બાઉલ અથવા લીલી શાકભાજીનું શાક જેમા લસણ, ડુંગળી હોય.
જરૂરી નથી કે તમે આ વસ્તુઓનું જ સેવન કરો પણ યોગ્ય માત્રામાં કેલરી લેવી જરૂરી છે. આ સાથે તમારે વધુંમાં વધુ પ્રવાહી લેવું પડશે. સ્વાસ્થ્ય સંબધિત આવી માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.