પેટમાં ગરમી, કબજિયાત અને મસાલેદાર ખોરાકને કારણે મોઢામાં ચાંદા થાય છે.
આજે અમે તમને મોઢાના ચાંદા મટાડવા માટેના બેસ્ટ ઘરેલું ઉપચાર જાણાવીશું.
દરરોજ સવારે અને સાંજે 4 થી 5 તુલસીના પાન ચાવવાથી મોઢાની ચાંદામાં રાહત મળે છે.
મોઢામાં ચાંદા હોય ત્યાં આંગળી વડે મધ લગાવવાથી ચાંદામાં રાહત મળે છે.
મોઢામાં ચાંદા મટાડવા માટે તમે લસણનો ઉપયોગ કરી શકો છો. લસણની કળી ચાવો અથવા તેનો રસ પી શકો છો.
સવારે અને સાંજે મીઠા વાળા પાણીના કોગળા કરવાથી મોઢાના ચાંદાની સમસ્યામાં રાહત મળે છે.
આ તમામ રીતો તમારા મોઢાના બેક્ટેરિયા દૂર કરશે અને ફોલ્લા ઝડપથ મટાડશે.