આ ઉનાળામા્ વેકેશનનો પ્લાન કરી રહ્યા છો ગુજરાતના વેસ્ટર્ન ઘાટની સેર કરો


By Smith Taral05, Mar 2024 06:46 PMgujaratijagran.com

ગુજરાતની ઘણા હિલ સ્ટેશનો આવેલા છે, જે ખાસ કરીને ઉનાળામાં જવું આનંદદાયક રહે છે. ઠંડી આબોહવા, સુંદર રસ્તાઓ, વાદળછાયું આકાશ આ સ્થળ વિકએન્ડ આઉટીંગ અથવા વેકેશન માટે પરફેક્ટ છે.

સાપુતારા

સાપુતારા, ગુજરાતના કેટલાક હિલ સ્ટેશન માંથી એક છે જે ડાંગ જિલ્લામાં આવેલું છે અને પશ્ચિમ ઘાટના લેન્ડસ્કેપ્સના મનોમોહક નજારો આપે છે. અહીં એડવન્ચરના શોખીન, ઝિપલાઈનિંગ, પેરાસેલિંગ અને પેરાગ્લાઈડિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકે છે.

પોલો ફોરેસ્ટ

પોલો ફોરેસ્ટ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાઓની બાજુમાં આવેલું છે. આ એક નાનું અને ઓછું જાણીતું હિલ સ્ટેશન છે તમે ત્યા તેના શાંત વાતાવરણનો આનંદ લઈ શકો છો.

ડોન હિલ સ્ટેશન

ડોન હિલ સ્ટેશન દરિયાઈ સપાટીથી 3,000 ફૂટ પર આવેલું છે, અને આ હિલ સ્ટેશન એ ગુજરાતનું સૌથી ઊંચું ક્લિફ ટાઉન છે, આ ત્યાંના લોકલ સાથે ટ્રોવેલર્સમાં ઘણું ફેમસ છે.

વિલ્સન હિલ્સ

વિલ્સન હિલ્સ એક લીલીછમ જગ્યા છે જ્યાના સુંદર દૃશ્યો અને વાતાવરણ આહ્લાદાયક હોય છે. ધરમપુર જિલ્લામાં આવેલું આ હિલ સ્ટેશનના સૌથી ઊંચા વેન્ટેજ પોઈન્ટ પરથી તમે દરીયાને જોઈ શકો છો.

પાવાગઢ

વડોદરાની નજીક આવેલું, પાવાગઢ શાતં અન એકાંત જગ્યા છે. આ સિવાય અહીં જૈન અને હિન્દુ તીર્થસ્થાન આવેલા છે. અહીંયા તમે બગીચાઓ, તળાવ અને અને ત્યાંની પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણી શકો છો.

ગીર નેશનલ પાર્ક, ગિરનાર સહિત આ છે જૂનાગઢમાં જોવાલાયક 6 સ્થળો