ઘરમાં આ જગ્યાએ રાખો તિજોરી, આર્થિક સ્થિતિમાં સુધારો થશે


By Pandya Akshatkumar25, Jul 2023 02:03 PMgujaratijagran.com

વાસ્તુ

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુ ક્યા મૂકવી તે અંગે જણાવવામાં આવ્યું છે, તેથી તિજોરી પણ જો યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

તિજોરી

મોટાભાગના લોકો તિજોરીમાં પૈસા રાખતા હોય છે. જો તેને યોગ્ય દિશામાં ન રાખો તો આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

દિશા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તિજોરીને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તિજોરીનો દરવાજો ઉત્તર તરફ ખુલતો રાખવો.

તિજોરી પર કાચ

વાસ્તુ અનુસાર તિજોરી પર કાચ ન લગાવવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

ઉત્તર-પૂર્વ દિશા

તિજોરીને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ. તેનાથી પરિવારના સભ્યોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

ગંદકી

આ વાતનું ધ્યાન રાખો કે તિજોરીની આસપાસ સ્વચ્છતા હોવી જોઈએ. કોઈ અસ્તવ્યસ્ત સામાન ન મૂકવો જોઈએ.

25 જુલાઈ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today July 25, 2023