જો તમને આ કાળઝાળ ગરમીમાં સમુદ્રના મોજાઓના આનંદ લેવા માંગતા હોવ, અને સમુદ્રના સુંદર દ્રશ્યો જોવા માંગતા હોવ તો અમદાવાદ નજીક આવેલા આ દરિયાકિનારાની મજેદાર રોડ ટ્રીપ પ્લાન કરો. અમદાવાથી તે કેટલા અંતરે આવેલું છે તે પણ જાણીશું
અમદાવાદથી વીકએન્ડ પર જવા તિથલ બીચ બેસ્ટ ઓપ્શન છે, ત્યાનું પાણી સાફ છે, અને બીચ સ્વચ્છ સાથે સારી રીતે મેઈન્ટેન કરવામાં આવે છે. Distance: 337 km
નારગોલની નજીક આવેલું, અહેમદપુર માંડવી બીચ એ તેમારા પરફેક્ટ વિકએન્ડ ગેટ અવે છે. અહીં તમે એટીવી રાઇડ્સ, પેરાસેલિંગ અને જેવી એડવેન્ચરસ એકટીવીટી કરી શકો છો Distance: 347 km
ફેમીલી અને ફ્રેન્ડસ સાથે ફન વીકએન્ડ પસાર કરવા માંગતા હોવ તો ઘોગલા બીચની મુલાકાત તમને નિરાશ નહીં કરે. અહીંનો સૂર્યાસ્તના દૃશ્યોનો આનંદ માણી શકો છો. આ સિવાય તમે મિત્રો સાથે બનાના બોટ પર સવારી કરી શકો છો. Distance: 348 km
માંડવી બીચ માત્ર તેના રેતાળ કિનારાઓ માટે જ નહીં, પરંતુુ સદીઓ જૂના કિલ્લા અને શિપબિલ્ડિંગ યાર્ડ માટે પણ ટુરીસ્ટને આકર્ષે છે. આ એક સમયે ભારતનું મુખ્ય બંદર હતું. Distance: 384 km
દ્વારકાનું નિર્માણ ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં ઘણા પ્રવાસીઓ મંદિરોની મુલાકાત લેવા માટે આવે છે. આ સિવાય ત્યાનો બીચ પણ જોવાલાયક સ્થળોમાંનું એક છે. અહીંના બીચ પર ઈકો-ટૂરિઝમ સાઇટ છે જ્યાં તમે કેમ્પ કરી શકો છો.Distance: 462 Km