દિવાળીના તહેવાર પર જુદા-જુદા રાજ્યોમાં અલગ-અલગ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. જેમાં કાજૂની બરફી, લાડવા, ગુલાબ જાંબુ, મગની દાળનો હલવો વગેરે બનાવવાનો રિવાજ છે.
એવામાં આજે અમે તમને કેટલીક મીઠાઈની રેસિપી વિશે જણાવીશું, જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. તો ચાલો તેના વિશે વિસ્તાર પૂર્વક જાણીએ...
આ માટે સૌ પ્રથમ કડાઈમાં ઘી ગરમ કરો. જેમાં બેસન નાંખો અને ધીમી આંચે ત્યાં સુધી શેકો, જ્યાં સુધી તેનો રંગ બદલાઈ ના જાય.
જેવું ઘી અલગ થવા લાગે, તેમાં થોડું પાણી છાંટો અને પછી ફરીથી 5-7 મિનિટ માટે શેકો. હવે ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ પડવા દો.
જો તમે ઈચ્છો તો ખાંડની ચાસણી પણ બનાવી શકો છો. લાડવા બનાવવા માટે ઠંડા બેસનના મિશ્રણમાં લીલી ઈલાયચીનો પાવડર નાંખો અને બુરુ ખાંડ નાંખવાનું શરૂ કરો.
શરૂઆતમાં એક કપ નાંખ્યા બાદ હાથ વડે સારી રીતે મિક્સ કરો. ચેક કરતા રહો અને સ્વાદ પ્રમાણે બુરુ નાંખતા રહો. જે બાદ હાથ વડે નાના-નાના ગોળ લાડવા બનાવો.