રસોડામાં ચણાના લોટનો ઉપયોગ કરીને ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. આજે અમે તમને ચણાના લોટના ફાયદા વિશે જણાવીશું.
ચણાના લોટમાં સારી માત્રામાં ફાઈબર મળી આવે છે, આ સિવાય ચણાના લોટમાં અસંતૃપ્ત ચરબી પણ હોય છે.
કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ ચણાનો લોટ ખૂબ જ ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ચણાના લોટનું સેવન કરી શકાય છે.
ચણાના લોટમાં કાર્બોહાઇડ્રેટ ઓછી માત્રામાં જોવા મળે છે. આ કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં પણ ચણાનો લોટ ખૂબ જ ફાયદાકારક છે. ચણાના લોટની ગણતરી ઓછી ખાંડવાળા ખોરાકમાં થાય છે.
ચણાના લોટમાં વિટામિન B6,થિયામીન,નિયાસિન જેવા પોષક તત્વો મળી આવે છે. ચણાના લોટનું સેવન પાચનતંત્રને યોગ્ય રાખવામાં અને લાલ રક્તકણોના ઉત્પાદનમાં મદદ કરે છે.
વિટામિન ઈ અને ઝિંકથી ભરપૂર ચણાનો લોટ ત્વચાને નુકસાનથી બચાવે છે. આના ઉપયોગથી ત્વચા ચમકવા લાગે છે.
ચણાના લોટામાં ફોસ્ફરસ,પોટેશિયમ,મેગ્નેશિયમ જેવા પાષક તત્વો મળી આવે છે. આ તત્વો હાડકાંને મજબૂત કરવાની સાથે રોગપ્રતિકારક શક્તિનું કામ પણ કરે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.