સ્વાદિષ્ટ બરફી હવે ઘરે જ બનાવો, જાણી લો આ રેસિપી


By Prince Solanki27, Dec 2023 04:16 PMgujaratijagran.com

સામગ્રી

2 કપ ચણાની દાળ, 3 કપ દૂધ, કાજુ- બદામ, પીસ્તા, ઈલાયચી પાઉડર, ઘી અને ખાંડ

સ્ટેપ 1

ચણાના દાળની બરફી બનાવવા માટે ચાણાની દાળને 2 કલાક માટે પાણીમા પલાળીને રાખો.

સ્ટેપ 2

હવે તમામ ડ્રાઈફૂટ્સના ટુકડા કરીને સાઈડમા રાખો.

સ્ટેપ 3

ચણાની દાળને પાણીમાથી ચારણી વડે બફાર નીકાળી લો.હવે એક પેનમા ઘીને ગરમ કરો. તેમા ચણાની દાળને લાલ થવા સુધી ગરમ કરો.

You may also like

Recipe: આ રીતે ઘરે જ બનાવો મગદાળના ટેસ્ટી અને ક્રિસ્પી પકોડા, સાવ સરળ છે રીત

Carrot Barfi Recipe: હલવાને બદલે શિયાળામાં ટ્રાય કરો ગાજર-ડ્રાયફ્રુટ્સ બરફી, બધા

સ્ટેપ 5

જ્યારે ચણાની દાળ લાલ થઈ જાય પછી મિક્સરમા નાખીને નાની નાની પીસી લો ત્યારબાદ તેને સાઈડમા રાખો.

સ્ટેપ 6

હવે એક પેનમા દૂધને ગરમ કરો અને તેમા ખાંડને મિલાવો પછી તેમા ચણાની દાળને નાખો. દાળને ત્યા સુધી પકવો જ્યા સુધી તે પાતળી બની ન જાય.

સ્ટેપ 7

દાળને ત્યા સુધી પકવો જ્યા સુધી તે પાતળી બની ન જાય. હવે એક મોટી થાળીમા આ મિશ્રણને લઈ લો. ત્યારબાદ તેના પર ડ્રાઈફૂટ્સના ટુકડા ઉપરથી ભભરાવો.

સ્ટેપ 8

આ મિશ્રણને ઠંડુ થયા પછી તેને ચાકુ વડે ચોરસ આકારમા કાપો. હવે તમારી ચણાના દાળની બરફી તૈયાર છે.

આમળા ખાવાના ફાયદા : શિયાળામાં વજન ઘટાડવા માટે આમળાનું સેવન આ રીતે કરો