આપણા જીવનમાં વાસ્તુ શાસ્ત્રનુ ઘણુ મહત્વ હોય છે તેથી તેના નિયમો જાણીને તેને અમલમાં પણ મૂકવા જોઈએ.
વાસ્તુ શાસ્ત્રમાં કપૂરનુ વિશેષ મહત્વ હોય છે. કપૂરનો ઉપયોગ પૂજા પાઠમાં પણ ખૂબ કરવામા આવે છે.
તમે ક્યારેક તો જોયુ હશે કે લોકો કપૂરને તકીયા નીચે રાખે છે, પરંતુ તમે જાણો છો કે કપૂરને તકીયા નીચે કપૂર રાખવાથી ક્યા ફાયદા થાય છે?
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તકીયા નીચે કપૂર રાખવાથી સકારાત્મક ઉર્જા મળે છે. કપૂર શાંતિનુ પ્રતિક છે.
તકીયા નીચે કપૂર રાખવાથી એક એ પણ ફાયદો મળે છે કે ઘરનુ વાતાવરણ શુઘ્ઘ રહે છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તકીયા નીચે કપૂર રાખવાથી વાસ્તુદોષથી મુક્તિ મળે છે, જેથી કોઈ વ્યક્તિના ઘરમાં વાસ્તુદોષ લાગેલો છે તો તે તકીયા નીચે કપૂર રાખી શકે છે.