અરીઠામાં ઘણાં એવા ગુણકારી તત્ત્વો હોય છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોઇ શકે છે. આવો જાણીએ અરીઠાના પાણીથી વાળ ધોવાથી મળતા ફાયદા વિશે.
માથામાં ફોલ્લીઓ થાય ત્યારે વાળને અરીઠાના પાણીથી ધોવા ખૂબ જ ગુણકારી હોય છે, કારણ કે અરીઠામાં એન્ટિ ફંગલ ગુણ હોય છે. અરીઠ સ્કેલ્પને મોઇશ્ચરાઇઝ કરે છે, જે વાળની ઘણી સમસ્યા દૂર કરે છે.
સ્કેલ્પમાં ઇન્ફેક્શન થવાના કારણે ડેન્ડ્રફની સમસ્યા થાય છે, જેનાથી છુટકારો મેળવવા તમારે વાળને અરીઠાના પાણીથી ધોવા ફાયદાકારક બને છે.
અરીઠાના પાણીથી વાળ ધોવા સ્કેલ્પ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વાળને ભરપૂર પોષણ મળે છે, જેના કારણે તે મજબૂત થવા લાગે છે.
અરીઠાનું પાણી વાળમાં લગાવવાથી વાળમાં રહેલી જુ-લીખો ખતમ થશે. અરીઠા એન્ટિ બેક્ટેરિલ ગુણોથી ભરપૂર હોય છે, જે વાળામાં જૂ-લીખોની સમસ્યાથી રાહત અપાવે છે.
અરીઠામાં રહેલા પોષકતત્ત્વો વાળને ડ્રાઇ અને નીર્જીવ થતાં બચાવે છે. આ મિશ્રણથી વાળ ધોવથી સ્કેલ્પને લગતી ઘણી સમસ્યામાં ખતમ થાય છે.