હળદરવાળું દૂધમાં ઘી ભેળવીને પીવાથી સ્વાસ્થ્ય લક્ષી ઘણા લાભો મળી શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
ઘી અને હળદર વાળું દૂધમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, તેથી આ પીવાથી રોગપ્રતિકારક શક્તિ સુધારે છે.
ઘી અને હળદરવાળું દૂધ પીવાથી નિર્ણય લેવાની, વિચારવાની, સમજવાની વગેરે જેવી જ્ઞાનાત્મક ક્ષમતાઓ સુધારે છે. આ દૂધ માનસિક સ્પષ્ટતા, ધ્યાન કેન્દ્રિત કરવા અને યાદશક્તિને ટેકો આપે છે.
ગરમ દૂધમાં ઘી અને હળદર ઉમેરીને પીવાથી સારી ઊંઘ આવે છે. આ મિશ્રણ શરીરને આરામ આપે છે, ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે અને તણાવનું સ્તર ઘટાડે છે.
હળદર અને ઘી ભેળવીને દૂધ પીવાથી પાચનતંત્ર સુધરે છે. આનાથી કબજિયાતમાં રાહત મળે છે.
ઘી અને હળદરવાળું દૂધ પીવાથી સાંધાના દુખાવા અને સોજામાં રાહત મળે છે. તેમાં રહેલા પોષક તત્વો સંધિવાના લક્ષણો ઘટાડે છે.
આ મિશ્રણ લીવરને ડિટોક્સિફાય કરીને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
ઘી અને હળદર સાથે દૂધ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે, જે શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઝડપથી બર્ન કરે છે.