પાલક આ રોગો માટે રામબાણ ઈલાજ છે, ચાલો જાણીએ


By Vanraj Dabhi18, Sep 2023 12:12 PMgujaratijagran.com

પાલક

પાલકનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં પાલક તમારા સ્વાસ્થ્ય માટે રામબાણ ગણાય છે. ચાલો જાણીએ પાલક કયા રોગોમાં ફાયદાકારક છે?

પોષક તત્વો

મેગ્નેશિયમ, મેંગેનીઝ, આયર્ન, એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામીન A, C, K સહિત અન્ય ઘણા પોષક તત્વો પાલકમાં જોવા મળે છે.

આંખો અને રોગપ્રતિકારક શક્તિ

આંખોની રોશની સુધારવાની સાથે પાલક તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. જો તમને પાલક પસંદ ન હોય તો હવે તેને ખાવાનું શરૂ કરો.

પેટની સમસ્યાઓ

પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ પાલક ખૂબ જ ફાયદાકારક છે. પાલકની અંદર ફાઈબર મળી આવે છે જે કબજિયાત, પેટમાં દુખાવો અને અપચોની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે.

એનિમિયા

પાલકમાં રહેલ આયર્ન શરીરમાં લોહી વધારે છે. એનિમિયાના જોખમને રોકવામાં પણ પાલક ખૂબ જ ફાયદાકારક છે.

યાદશક્તિ

સારી યાદશક્તિ જાળવવામાં પણ પાલક મહત્વની ભૂમિકા ભજવે છે. પાલકનો રસ નિયમિતપણે પીવાથી તમારી યાદશક્તિ તેજ થાય છે.

મજબૂત હાડકાં

પાલકમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. તેમાં કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમારા હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.

વજનમાં ઘટાડો

વજન ઘટાડવામાં પણ પાલક ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પણ તમારા વજનથી પરેશાન છો તો તમારા આહારમાં પાલકના જ્યૂસને સામેલ કરો. તેમાં ખૂબ જ ઓછી કેલરી જોવા મળે છે,સ્ટારીમાં જણાવેલ બાબતોને અમલમાં મૂકતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

વાંચતા રહો.

આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શરીરમાં હિમોગ્લોબિન વધવાથી આ સમસ્યાઓ થઈ શકે છે, જાણી લો