સામાન્ય રીતે લોકો પૂરા શરીરની સંભાળ રાખી લેતા હોય છે પણ પગનુ ખાસ ધ્યાન રાખી શકતા નથી. પોતાને સપૂર્ણ સ્વસ્થ રાખવા માટે તમારે પગની સંભાળ લેવી પણ એટલી જ જરુરી છે. ચલો જાણીએ નવસેકા પાણીમા પગ ડૂબાડીને રાખવાથી મળતા ફાયદા વિશે.
નવસેકા ગરમ પાણીમા પગને ડૂબોડી રાખવાથી શરીરનો થાક દૂર થાય છે. થોડા નવસેકા ગરમ પાણીમા 2-3 ચમચી સેંધાનુ મીઠુ નાખીને તેમા 10 -15 મિનિટ પગને ડૂબોડીને રાખો.
10 -15 મિનિટ પગને નવસેકા ગરમ પાણીમા પગને ડૂબોડી રાખવાથી પગની એડિયો કોમળ બને છે. તે પગના તળિયામા જમા થયેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. પગને પાણીમાથી નીકાળ્યા બાદ મોઈશ્ચરાઈજર જરુરથી લગાવો.
ડેડ સ્કિનથી છૂટકારો મેળવવા માટે તમારે નવસેકા ગરમ પાણીમા પગને 15 મિનીટ ડૂબોડી રાખો. તેનાથી ચામડીની અંદરથી સફાઈ થાય છે.
પગની અકરામણને દૂર કરવા માટે નવસેકા પાણીમા પગ ડૂબોડીને રાખવાથી અકરામણ દૂર થાય છે. 10 મિનિટ પગને ગરમ પાણીમા રાખીને તેને બહાર નીકાળીને તેના પર ક્રિમ લગાવીને મોજા પહેરીને સૂઈ જાઓ.
નવસેકા ગરમ પાણીમા પગને ડૂબોડીને રાખવાથી તમને શરીરના થાકથી છૂટકારો મળે છે. જેથી તમને સારી ઊંઘ લેવામા મદદ મળે છે.