વજન ઘટાડવા સિવાય તુરીયાનું સેવન કરવાથી આ ફાયદા મળે છે


By Vanraj Dabhi16, Sep 2023 03:24 PMgujaratijagran.com

પૌષ્ટિક શાકભાજી

તુરિયામાં ઉચ્ચ પોષક તત્વો હોય છે, તેમાં પોટેશિયમ,સોડિયમ,કેલ્સઇયમ,આયર્ન અને ફાયબરથી ભરપૂર હોય છે.

શા માટે તુરિયા ખાવા જોઈએ?

તમારે તુરિયાનું સેવન શા માટે કરવું જોઈએ તેના વિશે જણાવવામાં આવ્યું છે.

વજન ઘટાદવામાં મદદ કરે

તુરિયા એક ઓછી કેલરી વાળી શબ્જી છે અને તેમાં પાણીનું પ્રમાણ વધું હોય છે જેનો અર્થ એ થાય કે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખશે, આ વજન ઘટાડવા દરમિયાન અતિશય આહાર લેવાનું રોકવામાં મદદ કરે છે.

આંતરડાને સ્વસ્થ રાખે

તુરિયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી અને તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે તમારા પાચન તંત્ર માટે સારું છે, ફાઈબર નિયમિત મળમાર્ગની ક્રિયાને વધારે છે,જ્યારે પાણી આંતરડાને સ્વસ્થ રાખે છે.

બ્લડ સુગરને નિયંત્રિત કરે

તુરિયા તેના નીચા ગ્લાયકેમિક ઇન્ડેકસ અને ઉચ્ચ ફાઈબર સામગ્રી જે ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે તેના કારણે બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવા માટે આદર્શ છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે

તુરિયામાં ઉચ્ચ ફાઈબર હોય છે અને તે આહારમાં લેવાથી તમારા પાચનતંત્રમાં કોલેસ્ટ્રોલ સાથે જોડાઈને કોલ્સ્ટ્રોલ સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષીત રાખે છે.

હાઇડ્રેશન પૂરું પાડે છે

તુરિયામાં 90% પાણીનું પ્રમાણ હોય છે, તેથી તમારા શરીરમાં પૂરતુ હાઇડ્રેશન મળે છે, આ કારણે તે ઉનાળામાં પણ સારું છે.

આંખોની રોશની તેજ કરે

તુરિયામાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જે તમને ઘઢપણમાં પણ તમારી આંખોની રોશની જાળવી રાખે છે.

દૂધમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી આ 7 અદ્ભુત ફાયદા મળે છે