Benefits Of Rudrabhishek : શ્રાવણ માસમાં શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાના ફાયદા


By Vanraj Dabhi23, Jul 2024 03:57 PMgujaratijagran.com

શિવલિંગ પર રુદ્રાભિષેક

શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. તેથી તમે આ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા અર્ચના અને વ્રત સાથે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે લોકો આ મહિનામાં રુદ્રાભિષેક પણ કરતા હોય છે.

કેમ રુદ્રાભિષેક કરવામાં આવે છે?

માન્યતાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે સમુદ્ર મંથન દરમિયાન હળાહળ ઝેર પીધું, ત્યારે દેવતાઓ અને ભક્તોએ તેમને બહાર કાઢવા માટે તેમના પર જળ ચઢાવ્યું હતું તેથી શિવલિંગનો રુદ્રાભિષેક કરવામાં આવે છે.

રુદ્રાભિષેક કોની સાથે કરવો?

શ્રાવણમાં ભગવાન શિવને દૂધ સાથે રૂદ્રાભિષેક કરવાથી લાભદાયક માનવામાં આવે છે.

ગ્રહદોષથી રાહત મળે

શ્રાવણમાં રુદ્રાભિષેક કરવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે.

શિવને પ્રસન્ન કરવા

ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શ્રાવણમાં રુદ્રાભિષેક અવશ્ય કરવો જોઈએ.

સમસ્યાઓ દૂર થાય છે

જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે શિવલિંગનો રૂદ્રાભિષેક કરવાથી ભગવાનના આશીર્વાદથી લાભ મળે છે.

ઇચ્છાઓ પૂર્ણ થાય

એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં શિવલિંગનો અભિષેક કરવાથી ભક્તોની મનોકામના ઝડપથી પૂરી થાય છે.

જીવનમાં સુખ સમૃદ્ધિ આવે

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રૂદ્રાભિષેક કરો, આમ કવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ વિગતો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દીવા નીચે ચોખા રાખવાથી શું થાય છે? જાણો