લીમડાના પાણીને વાળમા લગાવવાથી મળશે આ 5 ફાયદા


By Prince Solanki23, Dec 2023 01:57 PMgujaratijagran.com

લીમડાનુ પાણી

લીમડો વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીમડાના પાણીને રોજ વાળમા લગાવવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. ચલો જાણીએ લીમડાના પાણીથી વાળને મળતા અન્ય ફાયદાઓ વિશે.

પોષકતત્વોથી ભરપૂર

લીમડામા વિટામિન સી અને વિટામિન ઈ, લિનોલિક એસિડ તથા ઓલિક એસિડ જેવા પોષકતત્વો રહેલા હોય છે, જે વાળને સ્વસ્થ રાખે છે.

સફેદ વાળની સમસ્યા દૂર કરે

લીમડાનુ પાણી સમય પહેલા માથામા જોવા મળતા સફેદ વાળને દૂર કરવામા મદદ કરે છે. આ ઉપરાંત તેમા રહેલા એંટી ઓક્સડેંટ ગુણ વાળને કાળા કરે છે.

ડ્રાઈનેસ દૂર કરે

કેમિકલ્સ વાળા પદાર્થોનો વધુ પડતો ઉપયોગ કરવાથી વાળ સુસ્ત અને સૂકા બની જાય છે. વાળમા જોવામા મળતા સૂકાપણાને દૂર કરવામા લીમડાનુ પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

વાળ માથી જૂંઓ દૂર કરે

વાળમા જોવા મળતી જૂંઓની સમસ્યા દૂર કરવા માટે લીમડાનુ પાણી ખૂબ જ ઉપયોગી છે. તેમા રહેલા એંટી બેક્ટેરિયલ ગુણ વાળ માથી જૂંઓ દૂર કરે છે. આ માટે નહ્યા પહેલા 20 મિનિટ માટે લીમડાનુ પાણી વાળમા લગાવો ત્યારબાદ શૈમ્પૂથી ધોઈ નાખો.

ખોડાને દૂર કરે

લીમડાનુ પાણી ખોડાની સમસ્યા દૂર કરે છે. આ માટે લીમડાના પાણીને શૈમ્પૂ સાથે મિલાવીને વાળમા લગાવવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે. તમે લીમડાના પાણીને તેલ સાથે પણ મિક્સ કરીને લગાવી શકો છો.

વાળને ભરાવદાર બનાવે

લાંબા અને ભરાવદાર વાળને બનાવવા માટે તમે લીમડાના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે લીમડાના પાણીને વાળમા તેલની જેમ જ લગાવો.

આ રીતે બનાવો લીમડાનુ પાણી

લીમડાનુ પાણી બનાવવા માટે તમે લીમડાના પાંદને સારી રીતે ધોઈને સાફ કરી લો. હવે તેના પાંદને ગરમ પાણીમા ઉકાળીને એક વાસણમા રાખો. તેને અઠવાડિયામા 2-3 વાર વાળમા લગાવો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

રાતે નવસેકા ગરમ પાણીને પીને સૂવાથી મળતા ફાયદાઓ