મોર એક પક્ષી છે. તેની કળાઓ જોઈને લોકો ખુશ થઈ જાય છે. લોકો તેના પીંછા ઘરમાં રાખવાનું પસંદ કરે છે. આવો જાણીએ તેને ઘરની કઈ દિશામાં રાખવા જોઈએ.
મોર આપણું રાષ્ટ્રિય પક્ષી છે. લોકો તેનું સન્માન કરે છે. મોરને કઈ પણ નુકસાન કરવું કાયદેસરનો ગુનો છે.
મોરપીંછને પૂર્વ દિશામાં રાખવું શુભ ગણાય છે. માનવામાં આવે છે કે મોરપીંછ રાખવાથી ઘરમાં શાંતિ આવે છે.
જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય છે, તેમને ઘરના ઉત્તર-પશ્ચિમ દિશામાં મોરપીંછ રાખવું જોઈએ.
અભ્યાસ કરતા સમયે મોરપીંછને સ્ટડી ટેબલ કે પુસ્તકોમાં મૂકવું જોઈએ.
મોરપીંછને લિવિંગ રુમની પૂર્વની દિવાલ પર લગાવવું જોઈએ.
બેડરુમમાં મોરપીંછ રાખવાથી વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ બની રહે છે.
મોરના 8 પીંછા બાંધીને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવાથી વાસ્તુદોષનો નાશ થાય છે.