આજકાલ લોકો શોખ માટે ઘરમાં માછલીઘર રાખતા હોય છે. જે ઘરની સજાવટમાં સુંદરતા વધારે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઘરમાં માછલીઓ રાખવાના ઘણા ફાયદા છે, આવો જાણીએ.
ફેંગશુઈના જણાવ્યા અનુસાર, માછલીને સારૂ સ્વાસ્થ્ય,સુખ,સમૃદ્ધિ, સંપતિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ફાયદા થાય છે.
માછલીઘર રાખવાથી ઘરમાં ધન,સંપતિ અને સમૃદ્ધિ વધે છે. ફેંગશુઈ અનુસાર માછલી ધનને આકર્ષે છે.
માછલીઘરને ઘરમાં રાખવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રાખે છે. પરસ્પર પ્રેમ વધે છે.
માછલીઓને ઘરમાં રાખવાથી તણાવપૂર્ણ વાતાવરણ પણ સારૂ બની શકે છે. ઉપરાંત જો તમે તણાવમાં હોવ અને જો માછલીઘરને થોડીવાર જોશો તો તમને સારૂં લાગશે.
માછલીઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે સાથે જ મનમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે, જેના કારણે ઘરમાં શાંતિ આવે છે અને નીંદર પણ સારી આવે છે.
માછલીઓ હંમેશા જોડીમાં રાખો, ધ્યાનમાં રાખવું કે જો માછલી મરી જાય તો તેના જેવી બીજી માછલી લાવો અને સમયાંતરે પાણી બદલાવતા રહો અને ખોરાક પણ સમયસર આપતા રહો.
ઘરના રસોડામાં અને બેડરૂમમાં ભૂલથી પણ માછલીઘર ન રખો, તેનાથી નકારાત્મકતા વધે છે. વધુ માહિતી માટે નિષ્ણાતની સલાહ લો.