ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ ગમે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ સંદર્ભે અનેક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ ઘરમાં વાંસળી રાખવાના 4 ફાયદા શું છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જે ઘરમાં વાંસળી હોય છે, ત્યાં નેગેટિવ એનર્જીનો સંચાર નથી થતો. આ સાથે જ ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જે ઘરમાં વાંસળી હોય, તે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ માનવામાં આવે છે. તેમના આશીર્વાદ હંમેશા ઘરના સભ્યો પર રહે છે.
ઘરમાં વાંસળી રાખવાથી ક્યારેય ધન અને સમૃદ્ધિનો અભાવ નથી રહેતો. આવા ઘર પર ધનની દેવી લક્ષ્મી માતા હંમેશા મહેરબાન રહે છે.
વાસ્તુ શાસ્ત્રમાં વાંસળીનો સંબંધ ધનના દેવતા કુબેર સાથે છે. વાંસળીનો અવાજ મન અને મગજને શાંત કરે છે.
ઘરના મંદિરમાં વાંસળી રાખવી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તેને વેપાર-ધંધાના સ્થળે રાખવાથી લાભ મળતો રહે છે.
ઘરમાં વાંસળી રાખવાથી ઘરમાં શાંતિ અને સુખનો વાસ થાય છે અને ખુશી મળે છે.