ઇસબગુલ એક ખૂબ જ ફાયદાકારક, સરળ અને ઘરેલું ઉપાય છે જેનો તમે રોજના જીવનમાં સરળતાથી ઉપયોગ કરી શકો છો.
જો તમે ભોજન પહેલાં લગભગ 30 મિનિટ પહેલા 1 ચમચી ઈસબગુલ પાણી સાથે લો છો તો તે શરીરને અનેક રીતે ફાયદો કરે છે.
ઇસબગુલમાં ફાઈબર ભરપૂર હોય છે, જે પેટ સાફ કરવામાં મદદ કરે છે.ગેસ, એસિડિટી અને કબજિયાત દૂર કરે છે, સમગ્ર પાચનતંત્રને મજબૂત બનાવે છે.
જે લોકો સવારે કે રાત્રે પેટ સાફ ન થવાની ફરિયાદ કરે છે, તેમના માટે ઇસબગુલ રામબાણ છે. તે મળને નરમ બનાવે છે અને આંતરડા સાફ કરે છે.
ઇસબગુલ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી છે. તે ભોજન પછી બ્લડ સુગરમાં થતો અચાનક વધારાને રોકે છે.
ભોજન પહેલાં ઇસબગુલ લેતા પેટ ભરેલું લાગે છે. જેને કારણે તમે ઓછું ખાઓ છો અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
1 ગ્લાસ નવશેકા પાણી અથવા દૂધમાં 1 ચમચી ઈસબગુલ મિક્સ કરો, ભોજન પહેલાં અથવા સૂતા પહેલાં લો.ઇસબગુલ પાણીમાં ઘટ્ટ થવા લાગે એટલે તરત જ પી લો, જરૂર પડે તો સ્વાદ માટે થોડું મધ અથવા લીંબુ ઉમેરી શકો છો.
વધુ માત્રામાં ન લો,દિવસે 1–2 ચમચી પૂરતું છે .ઇસબગુલ લેતા સમયે પાણી પૂરતું પીવું જરૂરી છે. કોઈ દવા સાથે લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લો.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.