મોટે ભાગના લોકો અલગ અલગ રીતે ચા અને ઘીનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંનેને એકસાથે પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. ચાલો જાણીએ ચામાં 1 ચમચી ઘી નાખીને પીવાના ફાયદાઓ વિશે.
ઘી પોષક તત્વોથી ભરપૂર હોય છે તેથી સવારની ચામાં ઘી મિક્સ કરીને પીવાથી શરીરને ત્વરિત એનર્જી મળે છે.
પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાથી રાહત મેળવવા માટે તમે ચામાં ઘી મિક્સ કરીને પી શકો છો. આનાથી પેટના દુખાવામાં થોડા જ સમયમાં રાહત મળે છે.
ઘીમાં હેલ્ધી ફેટ્સ હોય છે જે મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે તેથી ચામાં ઘી મિક્સ કરીને પીવાથી મૂડ સારો રહે છે.
ઘી મગજના કાર્યને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે યાદશક્તિમાં પણ સુધારો કરે છે. ઘી ભેળવી ચા પીવી મગજ માટે સારી સાબિત થાય છે.
ચામાં ઘી ઉમેરીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. આ ઉપરાંત તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે.
ઘીમાં હેલ્ધી ફેટ્સ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. આ સિવાય ચામાં ઘી મિક્સ કરીને પીવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે.
તમે તમારી નિયમિત સવારની ચામાં 1 ચમચી ઘી ઉમેરીને રોજ પી શકો છો. નિયમિત ચાને બદલે ઘી મિક્સ કરેલ હર્બલ ટી પીવી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ ચા યોગ્ય માત્રામાં જ પીવી જોઈએ, સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.