ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એવામા સવારે ઉઠીને નવસેકા ગરમ પાણીમા એક ચમચી ઘી નાખીને પીવાથી સ્વાસ્થ્યને મળતા ફાયદા વિશે જાણીએ.
ડોક્ટર એસ.કે પાંડેના જણાવ્યા અનુસાર વિટામિન કે, વિટામિન ઈ, વિટામિન એ જેવા પોષકતત્વો રહેલા હોય છે, જે પેટ અને હાર્ટ માટે ફાયદાકારક હોય છે.
નવસેકા ગરમ પાણીમા ઘી નાખીને પીવાથી શરીરની ચરબી ઓછી કરવામા મદદ મળે છે. આ ઉપરાંત મેટાબોલિજમ પણ સુધરે છે.
નવસેકા ગરમ પાણીમા એક ચમચી ઘી નાખીને પીવાથી બ્લડ સર્કુલેશનને સુધારવામા મદદ મળે છે, જેના કારણે હાર્ટ પણ સ્વસ્થ રહે છે.
રોજ નવસેકા ગરમ પાણીમા એક ચમચી ઘી નાખીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. ઘીમા રહેલા વિટામિન અને પ્રોટીન રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.
નવસેકા ગરમ પાણીમા ઘી નાખીને પીવાથી આંખોને ફાયદો મળે છે. ઘીમા વિટામિન એ અને વિટામિન ઈની માત્રા ખૂબ જ હોય છે, જે આંખો સાથે જોડાયેલી સમસ્યાઓમા રાહત કરે છે.
ઘીમા રહેલા વિટામિન અને પ્રોટીન ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ નવસેકા પાણીમા એક ચમચી ઘી નાખીને પીવાથી સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓમા દૂર થાય છે.
ઘીમા વિટામિન ડી પ્રચુર માત્રામા હોય છે. નિયમિત એક ગ્લાસ નવસેકા પાણીમા ઘીને નાખીને પીવાથી હાડકાઓ મજબૂત થાય છે.