Soaked Peanuts Benefits: દરરોજ પલાળેલી મગફળી ખાવાથી થશે ગજબના ફાયદા


By Sanket M Parekh06, Oct 2024 03:42 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

પ્રોટીન, આયરન, મેન્ગેનીઝ, પોટેશિયમ, કૉપર, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ વગેરેથી ભરપુર મગફળીને દરરોજ પલાળીને ખાવાથી ચમત્કારિક ફાયદા મળે છે.

પાચન શક્તિ સુધરે

મગફળી દરરોજ પાણીમાં પલાળીને ખાવાથી પાચન શક્તિ સુધરે છે. જેનાથી ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે જેવી સમસ્યાથી છૂટકારો મળે છે.

માંસપેશીઓ મજબૂત બને

પ્રોટીન, કેલ્શિયમથી ભરપુર મગફળીને દરરોજ પલાળીને ખાવાથી માંસપેશીઓ મજબૂત બને છે. જેનાથી માંસપેશીઓમાં થતો દુ:ખાવો પણ દૂર થાય છે.

વાળ અને નખ માટે ફાયદેમંદ

મગફળી પ્રોટીનનો શ્રેષ્ઠ સોર્સ મનાય છે. આથી તેનું સેવન કરવાથી વાળ અને નખ હેલ્ધી રહે છે.

લોહીની ઉણપ દૂર કરે

મગફળીમાં આયરન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેના કારણે તેને પલાળીને ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.

હાડકા મજબૂત બનાવે

મગફળીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે તત્વો મળી આવે છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. મગફળીને દરરોજ પાણીમાં પલાળીને ખાવાથી હાડકા સબંધિત સમસ્યાનો ખતરો ટળે છે.

તાકાત વધારે

મગફળી ખાવાથી શરીરને તાકાત મળે છે. આથી તેનું સેવન કરવાથી જીમ જનારા લોકો કરતા હોય છે. પાણીમાં પલાળેલી મગફળી ખાવાથી નબળાઈની સમસ્યા દૂર થાય છે.

ખ્યાલ રાખો

મગફળીની તાસીર ગરમ હોય છે. જેથી તેને પાણીમાં પલાળીને ખાવાનું કહેવામાં આવે છે. જો કે એક વાત યાદ રાખવી જોઈએ કે, એક દિવસમાં એક મુઠ્ઠીથી વધારેથી મગફળીનું સેવન ના કરવું જોઈએ.

Mulethi Benefits: મુલેઠી એટલે શું? જાણો તેના ફાયદા