દેશી ચણા ખાવાના ફાયદા : પલાળેલા ચણાનું આ રીતે સેવન કરવાથી અઢળક ફાયદા મળે છે


By Vanraj Dabhi31, Oct 2023 12:21 PMgujaratijagran.com

ખાલી પેટે ચણા પલાળીને ખાવાથી આ અદ્ભુત ફાયદા મળે છે

ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે શું તમે જાણો છો કે જો તમે દરરોજ ખાલી પેટે પલાળેલા ચણા ખાવાથી તમને શરીરને લગતા ઘણા ફાયદા મળી શકે છે. ચાલો જાણીએ.

બ્લડ સુગર કંટ્રોલ કરે

પલાળેલા ચણામાં ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેથી તેનું સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી બ્લડ સુગરને કરે છે.

પાચન માટે સારું

દરરોજ સવારે પલાળેલા ચણા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેમાં ફાઈબર હોય છે જે ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે.

વજન નિયંત્રિત કરે

ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે જે ભૂખ ઓછી કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેથી સવારે પલાળેલા ચણા ખાવા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કેન્સરનું જોખમ ઘટાડે

દરરોજ સવારે ખાલી પેટે પલાળેલા ચણા ખાવાથી કેન્સરના જોખમથી બચવામાં મદદ મળે છે. તેમાં બ્યુટીરેટ નામનું ફેટી એસિડ હોય છે જે કેન્સરને જન્મ આપતી કોષોને દૂર કરવામાં મદદરૂપ છે.

આંખો માટે સારું

પલાળેલા ચણા ખાવા પણ આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી આંખો સ્વસ્થ રહે છે અને તેનાથી સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થાય છે.

લોહીની ઉણપ દૂર કરે

જો તમે રોજ પલાળેલા ચણા ખાવ તો એનિમિયા મટે છે. તેનું સેવન કરવાથી આયર્ન મળે છે અને શરીર સ્વસ્થ રહે છે.

વાળ માટે પાયદાકારક

પલાળેલા ચણામાં વિટામિન A, B અને વિટામિન E હોય છે. તેથી તેનું સેવન કરવાથી વાળને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ મળે છે.

વાંચતા રહો

ચણામાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ પણ ત્વચાને સ્વસ્થ રાખે છે, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પલાળેલી બદામ ખાવાથી આ અદ્ભુત ફાયદા મળે છે, ચાલો જાણીએ