ઉનાળામાં શેકેલા તરબૂચના બીજ ખાવાના ફાયદા


By Vanraj Dabhi08, May 2025 11:57 AMgujaratijagran.com

તરબૂચના બીજ

ઘણા લોકો ઉનાળામાં તરબૂચનું ખૂબ સેવન કરતા હોય છે. તરબૂચમાં બીજ ફેંકી દેતા હોય છીએ.

નિષ્ણાત અભિપ્રાય

આજે આપણે ડૉ. આદર્શ દુબે પાસેથી જાણીશું કે, શેકેલા તરબૂચના બીજ ખાવાથી શું ફાયદા થાય છે.

હાડકાં મજબૂત બનાવે છે

જો તમારા હાડકાં નબળા છે, તો તેમને મજબૂત બનાવવા માટે તમે તરબૂચના બીજ શેકીને ખાઈ શકો છો. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને મેગ્નેશિયમ હોય છે.

પાચનક્રિયા સ્વસ્થ રાખે છે

જો તમને વારંવાર પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય, તો તમે ફાઇબરથી ભરપૂર શેકેલા તરબૂચના બીજ ખાઈ શકો છો, જે પાચનક્રિયા સુધારે છે.

ત્વચા અને વાળ માટે ફાયદાકારક

જો તમે તમારી ત્વચા અને વાળના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવા માંગતા હો, તો તમે એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ફેટી એસિડ યુક્ત શેકેલા તરબૂચ ખાઈ શકો છો, જે ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે.

હૃદય માટે ફાયદાકારક

તમે મેગ્નેશિયમ,સ્વસ્થ ચરબી અને ઝીંક યુક્ત શેકેલા તરબૂચ ખાઈ શકો છો, જે હૃદયને સ્વસ્થ રાખી શકે છે.

બ્લડ સુગર નિયંત્રિત રહેશે

જો તમને ડાયાબિટીસ છે અને તમે આહારમાં શેકેલા તરબૂચના બીજનો સમાવેશ કરી શકો છો. તે લોહીમાં સુગર કંટરોલ કરી શકે છે.

શરીરને ઉર્જાવાન રાખે

જો તમને તમારા શરીરમાં ઉર્જાની કમી લાગે છે, તો તમે તરબૂચ શેકીને ખાઈ શકો છો.

કેવી રીતે ખાવા

તમે તરબૂચના બીજને શેકીને અથવા શેક્યા વગર ખાઈ શકો છો. જો તમે ઈચ્છો તો, તમે તેને પીસીને પાવડર બનાવી શકો છો અને તેને ખાદ્ય પદાર્થો સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. તરબૂચના બીજ મર્યાદિત માત્રામાં અને ડૉક્ટરની સલાહ મુજબ જ ખાઓ.

ઉનાળામાં કાચા દૂધમાં ગોંદ નાખીને પીશો તો શું થાય છે? જાણો