Kiwi Benefits: દરરોજ એક કિવી ખાવાથી થશે જબરદસ્ત ફાયદા


By Sanket M Parekh27, Dec 2024 04:07 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

કિવીને સુપર ફૂડના નામે પણ ઓળખવામાં આવે છે. જેમાં વિટામિન C, વિટામિન E, ફાઈબર અને એન્ટી ઑક્સિડેન્ટ્સ જેવા શરીર માટે જરૂરી અનેક પોષક તત્વો મળી આવે છે. તો ચાલો કિવી ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થઈ શકે છે?

સ્કિન માટે ફાયદેમંદ

કિવીમાં રહેલ વિટામિન E અને C સ્કિનને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. કિવી એન્ટી એજીંગ ગુણોથી ભરપુર હોય છે. જે સ્કિન પરથી કરચલીઓ ઓછી કરવાનું કામ કરે છે.

ઈમ્યુનિટી મજબૂત

કિવીમાં વિટામિન C સારા એવા પ્રમાણમાં મળી આવે છે. દરરોજ આ ફળનું સેવન કરવાથી ઈમ્યૂનિટી મજબૂત બને છે. જે તમને બીમારીઓથી બચાવશે.

પાચનમાં મદદરૂપ

કિવીમાં રહેલ કુદરતી ફાઈબર પાચન તંત્રને મજબૂત બનાવે છે. જે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

કિવીમાં કેલરી ઓછી અને ફાઇબર ભરપુર હોય છે. જે વજન ઉતારવામાં મદદ કરી શકે છે. કિવી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેનાથી તમને ભૂખ ઓછી લાગે છે અને તમે ઑવર ઈટીંગથી બચી શકો છો.

હેલ્ધી હાર્ટ

કિવીમાં રહેલ પોટેશિયમ અને એન્ટી ઑક્સિડેન્ટ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. જેથી તમારું હાર્ટ હેલ્ધી રહે છે અને તમે હ્રદય રોગના હુમલાથી બચી શકો છો.

આંખોનું તેજ વધારે

કિવીમાં લ્યૂટિન અને જેક્સેંથિન જેવા એન્ટી ઑક્સિડેન્ટ્સ મળી આવે છે. જે આંખોનું તેજ જાળવી રાખવાનું કામ કરે છે.

હાડકા મજબૂત

કિવીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

Beetroot Side Effects: બીટનું વધુ પડતુ સેવન કરવાની આડઅસર