કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. કાચી કેરી બજારમાં સરળતાથી મળી રહે છે. તેમાંથી અથાણું સહિત ઘણી બધી વાનગી બનાવવામાં આવે છે.
આજે આપણે કેરીનો મુરબ્બો અને તેના ફાયદા વિશે જાણીશું.
કેરીના મુરબ્બામાં વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન ઇ, સેલેનિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.
કેરીના મુરબ્બો પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેનાથી આપણી ત્વચાને ઘણો ફાયદો થાય છે. ત્વચામાં ચમક આવે છે.
કેરીમાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે, તેથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.
તેમાં ફેનોલિક નામના એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
કાચી કેરીના બારીક ટુકડા કરી પછી તેને છોલીને એક કડાઈમાં ખાંડ નાખી તેને પકાવો. ખાંડ ઓગળી જાય પછી કેરીનો મુરબ્બો તૈયાર થઈ જશે.